

ડેપ્યુટી સરપંચશ્રી દિનેશભાઈ પટેલ તથા પંચાયતના સભ્યોની મહેનતથી નામકરણ કરવામાં આવ્યું
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત અરવલ્લી તથા આકરૂન્દગ્રામ પંચાયતના સહિયારા પ્રયાસથી સાંસદ આદર્શ ગ્રામ પંચાયત આકરૂન્દ ના ગુજરાત સરકાર તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન અંદાજિત એક કરોડ અને 15 લાખ રૂપિયામાં બનીને સપ્ટેમ્બર 2022 માં તૈયાર છે સમગ્ર દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આક્રરૂન્દ ગામ પંચાયત એક સાંસદ આદર્શ ગ્રામ પંચાયત બનેલ હોય આ ગ્રામ પંચાયતમાં વિવિધ સરકારશ્રીની યોજનાના અમલમાં છે વિવિધ સરકારશ્રીના વિકાસ ના કામો થઈ રહ્યા છે આ હકારાત્મક અભિગમ ધરાવતા દિવ્યાંગ ડેપ્યુટી સરપંચની ખૂબ જ
પ્રયત્નશીલ છે
આરોગ્ય કેન્દ્રમાં તૈયાર થયેલું છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન કે જેમની હિન્દુસ્તાનને એક અલગ ઓળખાણ આપી છે તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકરૂન્દ ને સમગ્ર આખી ગ્રામ પંચાયત દ્વારા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નામકરણ કરવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે આ બાબતે આક્રરૂન્દ ગ્રામ પંચાયતની ગ્રામ કારોબારી તથા ગ્રામસભાએ આ બાબતનો નામકરણ કરવા માટેનો ઠરાવ પસાર કરી ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી મા. આરોગ્ય મંત્રી શ્રી માનનીય સચિવ શ્રી આરોગ્ય મા. કમિશનર શ્રી આરોગ્ય અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવલ્લી ને સત્વરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નામકરણ કરવા માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવા માટે રજુઆત મોકલેલી છે આ લોકાર્પણ કરવા માટે ગામ પંચાયત પણ ખૂબ જ આતુરતાથી તૈયારીઓ કરી રહેલું છે સરકારશ્રીની મંજૂરી મળે થી નામકરણ સાથે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આકરૂન્દ ગામ પંચાયત દ્વારા સરકારી રાહે કરવા માટે આવનાર છે તેવું જાણવા મળેલ છે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વડાપ્રધાન ના નામ સાથે જોડવા માટેનો આ અનોખો પ્રયાસ ગુજરાતમાં આક્રુન્દ ગ્રામ પંચાયતે કરેલ છે તે માટે આક્રુન્દ ગ્રામ પંચાયત ખૂબ ગૌરવ અનુભવી રહ્યું છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે દેશના વડાપ્રધાન નું નામ જોડાયા તે માટે સૌ ખૂબ જ આતુર છે અને આ બાબતે વડાપ્રધાન કાર્યલય ભારત ને ધ્યાન દોરાતા વડાપ્રધાન કાર્યલય દ્રારા આકરૂન્દ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનેલ છે જેને શુભકામનાઓ પાઠવેલ છે તે શુભકામનાઓ આકરૂન્દ ગામ પંચાયત માટે ખૂબ જ ગૌરવની વાત છે તેવું દિવ્યાંગ ડેપ્યુટી સરપંચે જણાવેલ છે.
