મહુવા તાલુકાના વલવાડા ગામ ખાતે આયુષ મેળો યોજાયો

રિપોર્ટ ,મયુર પટેલ

આયુષ મેળાઓ માં કુલ ૩૨૫૮ આર્યું વેદિક દવા ,ઉપચાર ,ગોળી નું વિતરણ કરવામાં આવ્યુ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરી ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રેરિત, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સુરત ના સંયુક્ત ઉપક્રમે
પ્રાથમિક શાળા,l;વલવાડા, તા.મહુવા , જિ.સુરત ખાતે ભવ્ય
આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા એ પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે માનવ જીવન ને સંપૂર્ણ નિરોગી રાખવામાં આર્યુવેદિક દવાઓ આડ અસર વિહોણી અને અસરકારક હોય છે અને એ આપણે સૌ એ અનુભવેલ છે અને અને આપણે સૌ જાણીએ છીએ
રાજ્ય સરકાર શ્રી દ્વારા સૌ ના સુચારુ સ્વાસ્થ્ય માટે આર્યુ વૈદિક મેળા નું આયોજન કરી ને વિવિધ પદ્ધતિ ઓ દ્વારા પણ દવા કરવામાં આવી રહી છે .
સુરત જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી જિનેશભાઈ ભાવસાર, મહુવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ પટેલ, સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતાશ્રી રાકેશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તથા મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ માંહલા ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ અધિકારી શ્રી વેદ કાજલ કાજલ મધિકર દ્વારા સૌ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આયુષ ની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર માં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તથા ત્યાં ઉપલબ્ધ આયુર્વેદ ઔષધી, રસોડા અને ઘર આંગણા ની ઔષધીઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકો માટે સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર, તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓ નું પ્રદર્શન કરવામાં આવ્યું.

આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થા થી જ થઈ શકે તે માટે સ્કૂલ ના બાળકો દ્વારા આયુર્વેદ ની પદ્ધતિઓ ની સમજણ લોકો ને આપવામાં આવી.

આ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નું નિદર્શન પણ કરવામાં આવ્યું.

આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ લાભાર્થી – 480
, સુવર્ણ પ્રાશન લાભાર્થી-35
, વ્યસન મુક્તિ પ્રેઝન્ટેશન લાભાર્થી- 127
સ્વસ્થવૃત પ્રેઝન્ટેશન લાભાર્થી – 265
, યોગ નિદર્શન અને સમજણ લાભાર્થી- 208
સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન- 428
લીલી-સૂકી વનસ્પતિ પ્રદર્શન – 266
,પંચકર્મ ડેમોંસ્ટ્રેશન લાભાર્થી- 76
, વૈદીક વાનગી પ્રદર્શન લાભાર્થી- 128
, નાડી પરીક્ષણ –પ્રકૃતિ પરીક્ષણ લાભર્થી- 108
, IEC પત્રિકાઓ વિતરણ લાભાર્થી- 328
, સુગર -પ્રેશર ચેક અપ લાભાર્થી- 126
મર્મ ચિકિત્સા-28
, અગ્નિ કર્મ લાભાર્થી -32
, ઉકાળા વિતરણ -438
, સંશમની વટી વિતરણ લાભાર્થી-98
આર્સેનિક આલ્બમ વિતરણ લાભાર્થી- 45
, ગર્ભ સંસ્કાર માર્ગદર્શન લાભાર્થી- 42
એમ કુલ લાભાર્થી –3258 ને આર્યુવેદિક ઉપચાર, દવાઓ નો લાભ અપાયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *