

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામ ભારતી કહેરના આચાર્ય હિતેશ પી.માહ્યાવંશીનું તા.૫/૨/૨૦૨૩ રવિવારના રોજ તેમણે કરેલા સામાજિક અને શૈક્ષણિક કાર્યોને ધ્યાને લઈ સતગુરુ કબીર આશ્રમ નાગોર,રાજસ્થાનના મહંત ભારત ભૂષણ ડૉ.નાનક દાસ મહંત દ્વારા દિલ્હી ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હોલમાં સમગ્ર ભારત ભરના ૧૦૦ જેટલા ઉત્કૃષ્ઠ શિક્ષકોનું “કબીર કોહિનૂર સન્માન ૨૦૨૩”થી સન્માન કરવામાં આવ્યું.જે બદલ શાળા સંચાલક મંડળના હોદ્દેદારોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.