અંકલેશ્વર ના ભીડભંજન હનુમાન જી મંદિર ખાતે શહેર ભાજપ કારોબારી યોજાઈ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના ભીડભંજન હનુમાન જી મંદિર ખાતે શહેર ભાજપ કારોબારી યોજાઈ હતી. રાજ્યમાં 156 બેઠક જીત બદલ પ્રજા અભિવાદન પ્રસ્તાવ, કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા મોવડી નો આભાર પ્રસ્તાવ પસાર કરાયો હતો. તેમજ આગામી લોકસભાની ચૂંટણી ને લઇ તબક્કાવાર આવનાર કાર્યક્રમ અંગે છણાવટ કરાઈ હતી. અંકલેશ્વર શહેર બીજેપી કમિટી ની કારોબારી બેઠક અંકલેશ્વર હાંસોટ રોડ સ્થિત ભીડભંજન હનુમાન જી મંદિર ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા બી.જે.પી મહામંત્રી વિનોદ પટેલ, કોષાધ્યક્ષ જગદીશ શાહ, યુવા મોરચા જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી જીગ્નેશ અંદારીયા, મિનેષ ગાંધી ની અધ્યક્ષતા માં યોજવામાં આવેલ બેઠકમાં વિવિધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યમાં 156 બેઠક ની ઐતિહાસિક જીત બદલ પ્રજા અભિવાદન પ્રસ્તાવ, જિલ્લા ભાજપ માં તમામ 5 બેઠક પર ભગવો લહેરાવબદાલ જિલ્લા મોવડી નો અભિવાદન પ્રસ્તાવ, દેશ ના પી.એમ. નરેન્દ્ર મોદી. રાષ્ટ્રીય બી. જે.પી અધ્યક્ષ જે પી. નંદા, ગૃહમંત્રી અમિત શાહ., પ્રદેશ પ્રમુખ .સી.આર. પાટીલ સહીત કેન્દ્રીય અને પ્રદેશ મોવડી નો ઐતિહાસિક જીત બદલ અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. વિધાનસભા જીત બદલ કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ આગામી દિવસોમાં યોજાનાર લોકસભા ની ચૂંટણી અનુલક્ષી ને કેન્દ્ર અને રાજ્ય માંથી આપવામાં આવનાર કાર્યક્રમો સફળ કરવા માટે અત્યાર થી જ મહેનત કરવા કાર્યકરો અને હોદ્દેદારો ને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો. શહેર ભાજપ હોદ્દેદાર, પાલિકા ના સભ્યો સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *