





કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના ગડખોલ ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ,અંકલેશ્વર તાલુકા અને જિલ્લા આરોગ્ય વિભાગ ના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો એ કેમ્પ નો લાભ લીધો હતો વડોદરા ની પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ,અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ ના સયુંકત ઉપક્રમે અંકલેશ્વર ના ગડખોલ ગામ પાસે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ના નિશ્રાંત તબીબો એ સેવા આપી હતી,આ કેમ્પ માં મોટી સંખ્યા માં દર્દીઓ ઉમટી પડ્યા હતા ,અને નિશ્રાંત તબીબો એ દર્દીઓ નું નિદાન કર્યું હતું. અને નિદાન દરમ્યાન સારવાર ની જરૂર પડે તેવા દર્દીઓ ને વિના મુલ્યે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી ,આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા ,ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડોકટર વૈશાલી રોહિત સહીત ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા