



મહાસુદ પૂનમ ના રોજ સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની ૬૪૬મી જન્મ જયંતી પ્રસંગ અંતર્ગત રવિધામ ગુજરાત સંસ્થા દ્વારા પૂર્વ સંધ્યાએ ઉત્તર ગુજરાત ના ખ્યાતનામ ભવાઈ મંડળના કલાકાર સંપતભાઈ નાયક રચિત સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ના જીવન કવન દર્શાવતું નાટક યોજવામાં આવ્યું તેમજ પાટણમાં પરંપરાગત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં ગુજરાત સરકારના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના માનનીય કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાઈ હતી. આ શોભાયાત્રા પાટણ શહેરના લીલીવાડી વિસ્તાર ખાતે આવેલ ડૉ.આંબેડકર ચોક થી પ્રસ્થાન કરી લીલીવાડી થઈ ટેલીફોન એક્ષચેન્જ રોડ ઉપર પસાર થઈ સુભાષ ચોક થી બગવાડા દરવાજા ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાએ શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પ્રથમ બગીમાં સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ નું તૈલ ચિત્ર બિરાજમાન કરેલ હતુ. પાટણ ની ધર્મપ્રેમી જનતા અને ભાવિક ભકતો ખુબ જ ઉત્સાહથી શોભાયાત્રામાં જોડાઈ સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. આ શોભાયાત્રામાં આકર્ષક સાત બગીઓ, પાંચ ઊંટલારીઓ, વેશભૂષા કલાકારો સહિત ઉત્તર ગુજરાત ની ખ્યાતનામ ગાયક કલાકાર મેઘલ પરમાર ઊંઝા ગ્રુપ દ્વારા લાઈવ ડીજે સાથે ભક્તિપૂર્ણ માહોલમાં ગીતો ગાઈ રમઝટ બોલાવી હતી મોટી સંખ્યામાં ભક્તજનોએ રજવાડી સાફાઓ પહેરી શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, રવિધામ ગુજરાતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, ઉપપ્રમુખ અશોકભાઈ પરમાર, નરેન્દ્રભાઈ પરમાર, રમણલાલ બેન્કર, એચ.યુ.સોલંકી, ડી.ટી.પરમાર, બકુલભાઈ ડોડીયા, નટુભાઈ પરમાર, નરેશભાઈ પરમાર વિગેરે રવિધામ સંસ્થાના હોદ્દેદારો કારોબારી સભ્યો સહિત સામાજિક રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, વિવિધ સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો, તેમજ મોટીસંખ્યામાં ભાવિકભક્તો શોભાયાત્રાના જોડાયા હતા. શોભાયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, ભવિકભક્તો દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે કે શોભાયાત્રાના પૂર્વ સંધ્યાએ એ ઉત્તર ગુજરાત ના ખ્યાતનામ ભવાઈ મંડળના કલાકાર સંપતભાઈ નાયક રચિત સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ના જીવન કવન દર્શાવતું નાટક ડૉ. આંબેડકર ચોક ખાતે યોજવામાં આવ્યુ હતુ જેમાં લીલીવાડી વિસ્તારના મોટીસંખ્યામાં રહીશો, રાજકીય સામાજિક આગેવાનો, ભાવિક ભક્તો એ નાટક દ્વારા સંત રવિદાસ બાપુનું જીવન ચરિત્ર માણ્યું હતું રવિધામ સંસ્થાના જિલ્લા અને તાલુકાના સૌ હોદ્દેદારો કારોબારી સભ્યો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી ઉજવણીના બંને કાર્યક્રમો સફળ બનાવ્યા હતા.