ભારત ભ્રમણ કરતા કલકત્તા ના 17 વર્ષીય સાયકલિસ્ટ નું અંકલેશ્વર માં આગમન

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

કલકત્તા ના 17 વર્ષીય સાયકલિસ્ટે માટી બચાવવા ના ઉદ્દેશ સાથે લોકો માં જનજાગૃતિ ફેલાવવા સાયકલ યાત્રા શરુ કરી 10 રાજ્યો માંથી પસાર થઇ મંગળવાર ના રોજ અંકલેશ્વર ખાતે આગમન થતા સરદાર પટેલ હોસ્પિટલ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું .

પચ્છિમ બંગાળ ના કલકતા ખાતે રહેતો 17 વર્ષીય સાહિલ ઝા એ સાયકલ યાત્રા દ્વારા દેશભર માં ભ્રમણ કરી માટી બચાવવા જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે ,સાહિલે મે 2022 માં માટી બચાવવા ના સંદેશા સાથે સાયકલ યાત્રા શરુ કરી છે , તે લોકો માં અને નવી પેઢી ને માટી ના મૂલ્ય ના સંદેશ સાથે 10 રાજ્યો માં થી પસાર થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યો હતો ,અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આગમન થતા આગેવાનો એ સ્વાગત કર્યું હતું અને સાહિલે માટી ના ફાયદા અને મહત્વ વિષે જાણકારી આપી હતી અને માટી બચાવવા લોકો ને અપીલ કરી હતી, માટી બચાવવા ના ઉમદા સંદેશા સાથે નીકળેલ સાહિલ સમગ્ર ભારત માં ભ્રમણ કરશે અને તેને બે વર્ષ જેટલો સમય લાગશે ત્યારે માટી બચાવો અભિયાન શરુ કરી અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *