


નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા “પ્રાકૃતિક કૃષિ–“બગાયતી ખેતીનું નવું આયમ” થીમ પર ખેડૂત તાલીમનું આયોજન માણસાના ઇશ્વરપુર (બદપુરા) ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૨ જેટલા ખેડૂતો સહભાગી બન્યા હતા. જેમાં સરકારની બાગાયતની યોજનાઓ, ગાય આઘારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ, મિશન મઘ માખી કાર્યક્રમ જેવા વિવિઘ વિષયો અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં શ્રી રામાભાઇ શંકરભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ અંગેની માહિતીપૂરી પાડી હતી. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિષય ડૉ. પ્રિયંકા પ્રજાપતિ દ્વારા માહીતી આપવામાં આવી હતી. મદમાખી કન્સલટેન્ટ, શ્રી ગણપતસિંહ વાઘેલા દ્વારા મિશન મદમાખી કાર્યક્રમ અંતર્ગત મદમાખી પાલન થકી ફલીનીકરણમાં વધારા કરી ઉત્પાદનમાં વધારો કરવાની માહિતી આપવામાં આવી. આ પ્રોગ્રામ નું આયોજન નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. ફારૂક પંજ સાહેબના માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારીશ્રી, જીલ્લા કક્ષા, ડૉ. પ્રિયંકા પ્રજાપતિ અને મદમાખી કન્સલટેન્ટ, શ્રી ગણપતસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.