શ્રીમતી અનિલા સુરેશ શાહ પ્રાથમિક શાળા, શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા અને પી.સી.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હર્ષોલ્લાસથી વાર્ષિક રમતોત્સવની ઊજવણી.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તા. ૦૯/૦૨/૨૦૨૩ ના ગુરુવારના રોજ વ્યારા સ્થિત શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી અનિલા સુરેશ શાહ પ્રાથમિક શાળા, શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા અને પી.સી.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હર્ષોલ્લાસથી વાર્ષિક રમતોત્સવની ઊજવણી કરવામાં આવી હતી.

બાળકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખીને શિયાળુ વાર્ષિક રમતોત્સવ શાળા દ્વારા દર વર્ષની
જેમ આ વર્ષે પણ વિવિધ રમતો જેમાં બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક ભાવના વિકસે એ આશયને સિદ્ધ કરતી યોગાસનો, કબડ્ડી, ખોખો, દોડ વગેરે જેવી એથ્લેટિક્સ અને લીંબુ ચમચી, ડબ્બા ફોડ, લોટપૈસો, ઝલદ ચાલ, શટલ રન, કોથળાકૂદ, સ્લોસાઈકલિંગ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતોનુ આયોજન થયું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરીને અને મસાલ સાથે પરેડ દ્વારા ફુગ્ગા અને શાંતિદૂત પારેવાને
ઊડાડી શાળાના આચાર્યા શ્રીમતી આશિયાબેન પઠાણે પ્રસંગોચિત ઉદભોધન દ્વારા રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *