કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે






તા.૦૯/૦૨/૨૦૨૩ના ગુરુવારના રોજ નગરપાલિકા વ્યારા દ્વારા ચીકન મટનની દુકાનો માં લાયસન્સ માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કુલ ૨૯ જેટલી દુકાનો ચેક કરવામાં આવી તેમાંથી ૧૪ દુકાનો પાસે લાયસન્સ ન હોવાથી તાત્કાલિક બંધ કરાવવામાં આવી.નગરપાલિકા વ્યારાના ઇન્ચાર્જ સેનેટરી કમ ફુડ ઇન્સ્પેકટર રાજેશભાઇ શેઠ, સુપરવાઈઝર મલયભાઈ, સંજયભાઈ, જીતેશભાઈ, જેનીથભાઈ, તથા રાજુભાઇ માંજલપુરીયા હાજર રહયા હતા….