ડાંગના બાળકોને સમન્વયના સાથીઓએ બોર્ડની તૈયારી કરાવી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

છેલ્લા બે ત્રણ વર્ષથી છાત્રલયવાળી શાળાઓમાં બોર્ડની તૈયારી ક ઈ રીતે કરાય, પેપર લખવાની સ્ટાઇલ, વ્યાકરણમાં બેઠા માર્કસ કઈ રીતે મેળવાય,અને ટકા લાવવાની ગુરુચાવી સ્વચ્છતા, સાથે પેપર ને પ્રશ્નની શરૂઆત કઈ રીતે તથા ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવવા સુરતથી ડો. સુરેશ અવૈયા અને દત્તાત્રેય મોરેની ટીમ આવે છે.
આ વર્ષે પણ સુરત સમન્વય ગોષ્ઠિના સુમન હાઈસ્કૂલના આચાર્ય ડો. સુરેશ અવૈયા, સુરત પ્રા. શાળાના આચાર્ય બિપિન ગોદાણી, અને દત્તાત્રેય મોરેની ટીમે સ્વ ખર્ચે ડાંગની મુલાકાત તા. 11-12 /2 /23 શનિ-રવિમાં લીધી. જેમાં છત્રાલયના બાળકોને ધોરણ 10 /12ના પેપર તપાસના શિક્ષક પર પ્રથમ સારી અંદર સુંદર છાપ કઈ રીતે પાડી શકાય? તે પેપર લખવાની સ્ટાઇલ શીખવી તેમજ એક માર્ક, બે માર્ક અને ચાર માર્કના પ્રશ્નોની શરૂઆત કઈ રીતે કરવી અને અનુક્રમ મણીકા મોઢે કરવાથી 8 માર્ક કઈ રીતે સરળતાથી મેળવી શકાય. ગુજરાતી વ્યકરણમાં સમાજ, અલંકાર, છંદ વગેરે તથા સંસ્કૃતમાં ધાતુના રૂપ, કાળ અને વચનો અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ વખતે પ્રથમ રાઉન્ડ માં લીંગા, ચિંચપાડા સહિત બે દિવસમાં પાંચ વર્ગો માં કુલ 180 જેટલા વિદ્યાર્થીઓને તેમને તૈયારી કરાવી. બીજા રાઉન્ડમાં પાંચ શાળાના 8 વર્ગમાં લેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *