અંકલેશ્વર ની આધ્યાત્મિક ધરોહર રામકુંડ ની કાયાપલટ થશે

રાજ્ય પ્રવાસન વિભાગે રામકુંડ ના ડેવલપમેન્ટ માટે 2.20 કરોડ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી ટેન્ડર બહાર પાડ્યા

કુંડ નું નવીનીકરણ, રામજી મંદિરના હોલનું વિસ્તૃતિકરણ

નવા ટોયલેટ બ્લોક, બાથરૂમ સહિત અનેક વિકાસ નાં કામો હાથ ધરાશે.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની આધ્યાત્મિક ધરોહર રામકુંડ ની કાયાપલટ થશે. રાજ્ય પ્રવાસન વિભાગે રામકુંડ ના ડેવલપમેન્ટ માટે 2.20 કરોડ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી ટેન્ડર બહાર પાડ્યા છે. કુંડ નું નવીનીકરણ, રામજી મંદિરના હોલનું વિસ્તૃતિકરણ,નવા ટોયલેટ બ્લોક, બાથરૂમ સહિત અનેક વિકાસ નાં કામો હાથ ધરાશે.

અંકલેશ્વરના ઐતિહાસિક રામકુંડ સંકુલ નુ આગામી દિવસોમાં જીર્ણોદ્ધાર ની ક્ષિતિજો ખુલી જવા પામી છે. રાજ્ય સરકારે રામકુંડ તીર્થક્ષેત્રનાં નવીનીકરણ માટે રૂપિયા ૨.૩૨ કરોડ ની ગ્રાન્ટ ની ફાળવણી કરી છે. રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા 2.32 કરોડના ખર્ચે રામકુંડ ના વિકાસ માટેનું ટેન્ડર બહાર પડાયું છે. જેમાં કુંડ નું નવીનીકરણ, રામજી મંદિરના હોલનું વિસ્તૃતિકરણ , નવા ટોયલેટ બ્લોક, બાથરૂમ સહિત અનેક વિકાસ નાં કામો હાથ ધરાશે. રામકુંડ મંદિર ટ્રસ્ટી હરીશભાઈ જોષી તેમજ રામકુંડ મંદિર નાં મહંત પૂ. ગંગાદાસ બાપુ એ રાજ્ય સરકારની આ જાહેરાત ને વધાવી લીધી હતી. આ અંગે રામકુંડ મંદિર ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષોથી પ્રયત્નશીલ હતી. અંતે રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા 2.32 કરોડના ખર્ચે રામકુંડ ના વિકાસ માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. રામકુંડ તીર્થ ક્ષેત્ર માં હાલ કુંડ જર્જરિત હાલત માં છે. જેની એક તરફ ની દીવાલ ધરાશાયી થઇ રહી છે. તો એક સમયે લોકઉપયોગી કુંડ હાલ જૂજ લોકો ઉપયોગ કરી રહ્યા છે.

  • પુરાણો માં દેવ ખાત તરીકે રામકુંડ તીર્થ નો ઉલ્લેખ જોવા મળે છે

રામકુંડ ખાતે આવેલ માંડવ્યેશ્વર મહાદેવ મંદિર એટલે દેવ ખાત મંદિર 1000 વર્ષ જૂનું મંદિર છે. નર્મદા પુરાણ, વાયુ પુરાણમાં , શ્રીમદ ભાગવત માં પણ ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન રામ ના વનવાસ સાથે જોડાયેલ આ તીર્થ ને લઇ રામકુંડ તીર્થ તરીકે પણ પ્રચલિત છે. અતિ પ્રાચીન એવા માંડવે શ્વર મહાદેવ મંદિર અંગેનો ઉલ્લેખ નર્મદા પુરાણ અધ્યાય 167, 168,169, 170, 171,172 ,વાયુપુરાણ રેવાખંડ અધ્યાય 165 થી 168 અને શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંધ અધ્યાય -13 શ્લોક 13,14 નો ઉલ્લેખ મુજબ મહાભારત યુધિષ્ઠિર માર્કન્ડ સંવાદ. શ્રી માર્કન્ડ કહે છે કે પતિત પાવન રેવાના દક્ષિણ તટ માંડવ્યેશ્વર તીર્થ છે. એની સમીપ અંકુરેશ્વર નગર છે. જે આજ નું અંકલેશ્વર નગર છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *