રાષ્ટ્ર માર્ગદર્શક શ્રી વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૩મી જયંતિ: ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

રાષ્ટ્ર માર્ગદર્શક શ્રી વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૩મી જયંતિ: ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

શ્રી વિઠ્ઠલભાઈ પટેલના જીવન અને ક્રાંતિકારી વિચારોમાંથી પ્રેરણા મેળવતા વિદ્યાર્થીઓ: વિધાનસભામાં વિશેષ ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો

આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રના માર્ગદર્શક એવા શ્રી વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૩મી જયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી સી.બી.પંડ્યા દ્વારા પોડિયમ સ્થિત શ્રી વિઠ્ઠલભાઈ પટેલના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

રાજ્યની ભાવી પેઢી રાષ્ટ્રના મહાનુભાવોના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્યથી યોજાયેલા આ પ્રેરણાદાયી પ્રસંગે ગાંધીનગરની એસ.એસ.સી. શાળાના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શ્રી વિઠ્ઠલભાઈ પટેલના જીવન, દેશ સેવા અને આઝાદીની લડતમાં તેમના અતુલ્ય યોગદાન તથા કાર્યો વિશે વક્તવ્ય આપી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા સચિવાલયના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પીને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણના કાર્યોને યાદ કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *