ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે બાવળામાં 14 એકરના એનવિઝન વિન્ડ ટર્બાઇન બ્લેડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

વર્ષ 2003થી શરૂ થયેલા વિઝનથી ગુજરાત આજે ગ્રીન એનર્જીમાં ગ્લોબલ હબ બન્યું:- ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

 

વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે 2.6 ગીગાવોટ ક્ષમતાનો એનવિઝન વિન્ડ ટર્બાઇન જનરેટર બ્લેડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બાવળા ખાતે થયો કાર્યરત

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે એનવિઝન (Envision) દ્વારા 14 એકરમાં સ્થાપિત અત્યાધુનિક ‘વિન્ડ ટર્બાઇન જનરેટર બ્લેડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ’નું રાજ્યના ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું હતું.

આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાયેલા કેન્દ્રીય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ 2.6 GW વાર્ષિક ક્ષમતા અને 100 મીટર લાંબી બ્લેડ્સ ઉત્પાદિત કરતા આ એકમને ‘આત્મનિર્ભર ભારત’ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પત્ર પાઠવી આ નવા ઔદ્યોગિક સોપાનને બિરદાવ્યું હતું.

સમારોહને સંબોધતા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત અને ચારણકા સોલાર પાર્ક થકી ગ્રીન એનર્જીનો જે મજબૂત પાયો નાખ્યો હતો, તેના કારણે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. 2340 કિલોમીટર લાંબો દરિયાકાંઠો અને પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિઓ ધરાવતા ગુજરાતમાં ઉત્પાદિત

આ અદ્યતન બ્લેડ્સ સ્થાનિક જરૂરિયાતો સંતોષવાની સાથે ડેટા સેન્ટર્સ અને સેમિકન્ડક્ટર જેવા હાઇટેક ઉદ્યોગો માટે અવિરત ગ્રીન પાવર પૂરો પાડશે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ અદ્યતન બ્લેડ્સ સ્થાનિક જરૂરિયાતો સંતોષવાની સાથે ડેટા સેન્ટર્સ અને સેમિકન્ડક્ટર જેવા હાઇટેક ઉદ્યોગો માટે અવિરત ગ્રીન પાવર પૂરો પાડશે. “ગુજરાતનો વિકાસ એટલે જ ભારતનો વિકાસ” તે વાત પર ભાર મૂકતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટ દેશને ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યાંક તરફ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે.

ભારતીય વિન્ડ માર્કેટમાં 45% હિસ્સેદારી ધરાવતી એનવિઝન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રસાદે જણાવ્યું હતું કે દિલીપ બિલ્ડકોન અને અશોકા ટીમ સાથે બનેલો આ પ્લાન્ટ ભવિષ્યમાં 4,000 પ્રત્યક્ષ સહિત સમગ્ર ઇકોસિસ્ટમમાં 15,000 થી વધુ નવી રોજગારીનું સર્જન કરશે.

આ લોકાર્પણ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય એસ.પી. શ્રી ઓમપ્રકાશ જાટ, એનવિઝનના શ્રી સુમન નાગ, દિલીપ બિલ્ડકોનના શ્રી દુર્ગેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો, ઔદ્યોગિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *