સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સુરત શહેર મેયરશ્રીની પત્રકાર પરિષદ

ચૂંટણી પંચ વિરુદ્ધ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવતા જૂઠાણાં તથા ‘ફેક નેરેટિવ’નો પર્દાફાશ

સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સુરત શહેર મેયરશ્રીની પત્રકાર પરિષદ

*મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય કમિશનરોના સંયુક્ત નિવેદનથી ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થયું; SIR અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા.
કોંગ્રેસના આંતરિક મતભેદના આક્ષેપો સંપૂર્ણપણે મનઘડત, કાલ્પનિક અને તથ્યહીન સાબિત થયા.
 Form-6 ના મૂળ સ્વરૂપ અને ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી છે.
જનાદેશ પચાવી ન શકતી કોંગ્રેસ પહેલા EVM, પછી SIR અને હવે ચૂંટણી પંચને દોષ આપી નકારાત્મક રાજનીતિ કરી રહી છે.

દેશની સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ સામે એક અખબારમાં છપાયેલા કાલ્પનિક તથા તથ્યહીન લેખને આધાર બનાવી રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અને અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે, જેનો સુરત શહેર મેયરશ્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે.

સુરત શહેર મેયરશ્રીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે SIR (સમરી રિવિઝન) સબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ આંતરિક મતભેદ નથી. આ સંયુક્ત નિવેદનથી કોંગ્રેસના તમામ આક્ષેપોનો ભાંડો ફૂટી ગયો છે અને ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ ગયું છે.
ચૂંટણી પંચની પારદર્શિતા અને નિયમોની સ્પષ્ટતા કરતા મેયરશ્રીએ ઉમેર્યું કે:
* Form-6 માં કોઈ ફેરફાર નહીં: મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના Form-6 ના મૂળ સ્વરૂપમાં SIR દરમિયાન કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સુપ્રીમ કોર્ટની માન્યતા: સુપ્રીમ કોર્ટે SIR દરમિયાન મતદારોની ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને સંપૂર્ણપણે માન્ય રાખી છે

ડિકલેરેશન પ્રક્રિયા સ્પષ્ટ: Form-6 સાથે અરજદાર પોતે અથવા તેમના માતા-પિતા/દાદા-દાદી અગાઉની SIR ની મતદાર યાદીમાં હતા કે નહીં તે અંગેની વિગતો આપવાની વ્યવસ્થાને પણ માનનીય સુપ્રીમ કોર્ટે માન્યતા આપેલી છે.
કોંગ્રેસના બેવડા ધોરણો અને નકારાત્મક રાજનીતિ:
મેયરશ્રીએ કોંગ્રેસની માનસિકતા પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ હવે ‘જૂઠાણાંની ફેક્ટરી’ બની ચૂક્યા છે. સુનિયોજિત ષડયંત્ર હેઠળ Fake Narrative બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા એ જ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમનો મુખ્ય એજન્ડા બની ગયો છે. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પોતાની હાર સ્વીકારવાને બદલે પહેલા EVM પર ઠીકરું ફોડતી હતી, ત્યારબાદ SIR ને દોષ દીધો અને હવે બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ પર નિરાધાર આક્ષેપો કરી રહી છે.

જ્યાં જનાદેશ કોંગ્રેસની
તરફેણમાં આવે ત્યાં લોકશાહીનો વિજય અને જ્યાં જનાદેશ ભાજપની તરફેણમાં આવે ત્યાં ‘વોટ ચોરી’ – આ બેવડા ધોરણોને દેશની જનતા સારી રીતે ઓળખી ગઈ છે.

વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવાનો નિષ્ફળ પ્રયાસ:
આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને સમગ્ર વિશ્વએ ભારતના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે. પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની પારદર્શી અને મજબૂત લોકતાંત્રિક પ્રક્રિયા પર બેબુનિયાદ સવાલો ઉઠાવીને વૈશ્વિક સ્તરે ભારતની છબીને ડાગ લગાડવાનો દુર્ભાગ્યપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે.
અંતમાં મેયરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, તથ્યો સામે Fake Narrative નું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. કોંગ્રેસ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ નક્કર મુદ્દો કે એજન્ડા ન હોવાથી તે માત્ર અફવાઓની રાજનીતિ કરી રહી છે. પરંતુ દેશ અને સુરતની જનતાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દેશના લોકતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે.

આજની આ પત્રકાર પરિષદમાં ભાજપા સુરત શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી, મહામંત્રી શ્રી વિરલભાઈ ગીલીટવાલા ઉપસ્થિત રહ્યા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *