સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ 2023નું ભવ્ય આયોજન

ભારતની ભવ્ય ધરોહર એવા હસ્તકળાના વારસાને જાગૃત રાખવા ડેવલપમેન્ટ કમિશ્નર (હેન્ડીક્રાફ્ટસ) દ્વારા નેશનલ હેન્ડીક્રાફ્ટસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NHDC) સ્કીમ અંતર્ગત “ક્રાફ્ટ ડેમોસ્ટ્રેશન પ્રોગ્રામનું આયોજન સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રહેલ વિશેષ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે “નૂતન ઉડાન ૨૦૨૩” ના વાર્ષિકોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોની હારમાળાની સાથે-સાથે નેશનલ હેન્ડીક્રાફ્ટસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ડેવલપમેન્ટ કમિશ્નર (હેન્ડીક્રાફ્ટ) દ્વારા ક્રાફ્ટ ડેમોસ્ટ્રેશન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ તેમજ વિસનગરના નિવાસીઓને ગુજરાતના ૧૧ પ્રખ્યાત હસ્તશિલ્પકારો અને યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ક્રાફ્ટસની તાલીમ લેવાનો અવસર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ હસ્તકળાના નમૂનાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે  વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી આવા કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે માનનીય પદ્મભૂષણ શ્રી ભાનુભાઇ ચિતારા અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ધર્મેશ જે. શાહે હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કલાના કદરદાન એવા પદ્મભૂષણ શ્રી ભાનુભાઇ ચિતારાએ ૪૦૦ વર્ષ જૂની કલમકારીની માતાની પછેડી ક્રાફ્ટની ધરોહર જાળવી રાખી છે. હાલના વિદ્યાર્થીઓ માટે એમનું માર્ગદર્શન ખૂબ મદદરૂપ બની રહ્યું. આ કાર્યક્રમને સફળ અને ભવ્ય બનાવવા ડેવલપમેન્ટ કમિશ્નર (હેન્ડીક્રાફ્ટસ)ની ઓફિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી ગિરિશ સિંઘાલા અને યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ ડિઝાઈનના ડીન ડૉ. મૌલિક શાહના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પરિવાર દ્વારા ઉત્સાહપૂર્વક સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને આ ક્રાફ્ટ ડેમોસ્ટ્રેશનમાં અંદાજે 3000 વ્યક્તિઓએ મુલાકાત લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *