“મિસ્ટી “નો જન્મ “ફાટેલા હોઠ “(ક્લેફ્ટ લીપ)ની સાથે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે થયો

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

વાલોડ તાલુકાના અંબાચ ગામના રહેવાસી સંજયભાઈ ગામીત તથા મિત્તલબેન ગામીતની પુત્રી “મિસ્ટી “નો જન્મ “ફાટેલા હોઠ “(ક્લેફ્ટ લીપ)ની સાથે જ તારીખ ૨૨/૧૦/૨૨ ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે થયો હતો જેની જાણ થતા જ વાલોડ ખાતે કાર્યરત RBSK ટીમ TP VAT 619 ડૉ અમીત તથા ડૉ અનુજા અને ટીમની ટીમે મિતલબેનના પિયર માછી સાદડા ગામે તેમના ઘરની મુલાકાત લીધી હતી અને એમને ઓપરેશન માટે સમજાવ્યા હતા.ત્યાર બાદ વખતો વખત ટીમ દ્વારા લોહીના રિપોર્ટ કરાવ્યા બાદ તારીખ ૮/૨/૨૩ ના રોજ RBSK ટીમના વાહન દ્વારા સુરત મુકામે કે.પી. સંઘવી હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ ગયા હતા અને તારીખ ૧૧/૨/૨૩ ના રોજ મિસ્ટી સંજયભાઈ ગામીતનું વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષમાં તાપી જિલ્લાના કુલ ૨૮ જેટલા ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યા છે. અહીંના ડૉ. ભરતભાઈ વિરડીયા એ જ બધો સપૉર્ટ આપ્યો છે. તથા રોટરી ક્લબ ઓફ વ્યારાની ટીમ તથા આ શાળા આરોગ્ય કાર્યક્રમનો જે કાર્યક્રમ ચાલે છે તેનુ સંચાલન શ્રી રાજેશભાઈ શેઠ દ્વારા કરવામાં આવે છે અને આ રોગ સિવાય બીજા બાળકોના હદય, કીડની, કેન્સર જેવા કેસોનું પણ બીજી અન્ય હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *