સેઈકો કાઈ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપ

યુનુસ મેમણ હિંમતનગર

ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું ૧૧ ફેબ્રુઆરી ના રોજ સાબર સ્ટેડીયમ, ભોલેશ્વર હિંમતનગર ખાતે સેઈકો કાઈ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાથી ૧૪ જીલ્લાની ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ ગ્રુપમાં ભાગ લીધો હતો.
સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, હિંમતનગરનાં ૨૧ વિદ્યાર્થીઓએ બે ઇવેન્ટમાં ભાગ લીધો તેમાં ૧૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૧૩ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને ૧૮ વિદ્યાર્થીઓને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. સુંદર આયોજન બદલ શાળા કરાટે એશોશીયનના પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, જુજારસિંહ વાઘેલા અને કોચ શ્રી પ્રદીપ ચૌધરીનો અભિનંદન પાઠવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *