મોડાસા શહેરમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

       અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમા આજરોજ રોજ તમાકુ નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આજ રોજ જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ તેમજ પોલીસ વિભાગના સહયોગથી અરવલ્લી જીલ્લા ખાતે તમાકુ કે તમાકુની બનાવટોનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ વિરોધી કાયદો COTPA-૨૦૦૩ અધિનિયમ હેઠળ મોડાસા શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગ-રેડ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૧૯ કેસ નોંધી રૂા. ૩૮૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો છે. 
      માન.કલેક્ટરશ્રી ડો.નરેંદ્રકુમાર મીણા,માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, માન.ડિસ્ટ્રીક્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસશ્રી સંજય ખરાત  તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એમ.એ.સિદ્દિકી ના માર્ગદર્શન હેઠળ જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ ધ્વારા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી,ફૂડ & ડ્રગ્સ શાખા,મામલતદાર કચેરી મોડાસા,ટોબેકો કાઉન્સેલર,મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલશ્રીના સહકારથી સંયુકત ટીમ બનાવીને તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કાયદાની અમલવારી માટે દંડ વસુલવામાં આવ્યો હતો. COTPA-2003 અમલીકરણ અને જનજાગૃતિ અર્થે   કલમ-૪ (જાહેર જગ્યાએ ધુમ્રપાન કરવા પ્રતિબંધ) , કલમ-૬,અ (અઢાર વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનાં વેચાણ પર પ્રતિબંધ) તેમજ કલમ-૬,બ (શૈક્ષણીક સંકુલની ૧૦૦ યાર્ડ વિસ્તામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ) જેવી કલમોનાં ભંગ કરવા બદલ  કુલ ૧૯ કેસ નોંધી કુલ રકમ રૂા.૩૮૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો હતો.આ ડ્રાઈવ દરમિયાન તમાકુ વિક્રેતાઓને તમાકુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો અંગે જાણકારી આપવામાં આવી હતી.તેમજ તમાકુ અધિનિયમ ની વિવિધ કલમોનું ચુસ્તપાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *