

શ્રી સરસ્વતી શારદા પ્રાથમિક શાળા, ભિલોડા ખાતે માતૃ પિતૃ પૂજનની ઊજવણી કરવામાં આવી. આ મોબાઇલ યુગમાં માતા પિતા ના ઋણ વિશે અને સંસ્કારનું સિંચન થાય એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીને બાળકોએ પોતાના માતા પિતાને તિલક કરી પૂજનની શરૂઆત કરી તથા માતા પિતાની આરતી ઉતારી ભવ્યતા અનુભવી. માતા પિતા મોટી સંખ્યામાં હાજર રહીને શાળા સંચાલનનો ઉત્સાહ વધાર્યો હતો, બાળકોએ પણ આ કાર્યક્રમને હર્ષોલ્લાસ થી સફળ બનાવ્યો હતો
કાર્યક્રમમાં શાળાના યોગાચાર્ય શ્રી હિતેન્દ્રભાઇ પંચાલ તેમજ ગ્રામજનો એ હાજર રહીને બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હતું
શાળાના યોગાચાર્ય શ્રી હિતેન્દ્રભાઇ પંચાલ તેમજ શાળા ના આચાર્ય પુષ્પાબેન પાંડોર દ્વારા બાળકોને માતાપિતાનું મહત્વ સમજાવી અને રોજ સવારે માતા પિતા, વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા તથા સૂર્યને જળ અર્પણ કરવા જેવી સુટેવો પાડવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય પુષ્પાબેન પાંડોર અને વ્યાયામ શિક્ષક શ્રી જયદિપભાઇ પટેલ તથા શાળા ના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.