ઓરિસ્સાથી ટ્રક દ્વારા અમદાવાદ શહેર તરફ લઇ જવાતો ૫૭૩ કીલો ગાંજાનો જથ્થો કિ,૫૭,૩૧,૨૦૦/_નો સંયુક્ત ઓપરેશન થી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી એસ. ઓ. જી.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ તથા સમીર શાહ વ્યારા તાલુકા ચીફ,

પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ મહાનિદેશક શ્રી પિયુષ પટેલ સાહેબ, સુરત વિભાગ તથા અધિક પોલીસ કમશનરશ્રી શરદ શિંઘલ સાહેબ ,તથા પોલીસ અધીક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રૂપલ સોલંકી સાહેબ ક્રાઇમ બ્રાન્ચ નાઓએ નાર્કોટિકસની બદીને સંપુર્ણ નાબૂદ કરવા માટે તથા અન્ય રાજ્યોમાથી ગુજરાતમાં ચોરીછુપીથી નાર્કોટિક્સ ડ્રગ ઘુસાડવા અટકાવવા અને ગુજરાતના યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત પગલાલેવા સુચના આપવામાં આવેલ.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના PSI એમ. ડી. મહીડા નાઓને તા, ૧૮/૦૨/૨૦૨૩ ના રોજ બાતમી હકિકત મળેલ કે, ઓરિસ્સાથી ટાટા ટ્રક નં, PB-02-BN-9566 મા ગાંજોનો જથ્થો ભરી હૈદરાબાદ થઈ મહારાષ્ટ્ર નવાપુર થઈ ગુજરાતના ઉચ્છલ ચેકપોસ્ટ થઈ અમદાવાદ જનાર છે. વિગેરે બાતમીના આધારે સ્યુક્ત ઓપરેશન હાથ ધરી સફળતા મળેલ છે.
જેમાં પોલિસ અધીક્ષકશ્રી ,તાપી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી એસ. ઓ.જી , પી.આઇ , વાય.એસ, શિરસાઠ, પી.એસ. આઇ જે. બી. આહીર તથા ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરતા સફળતા મળેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *