
શ્રી કે. બી. પટેલ, ઇંગ્લિશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા અને વેદાન્ત સેવા સમિતી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

તા, ૨૧/૦૨/૨૦૨૩ ,કે. બી. પટેલ ઇંગલિશ મિડીયમ સ્કૂલના સ્ટુડન્ટ્સ, ટીચર્સ, સ્કૂલ સ્ટાફ, વેદાન્ત સેવા સમિતીના શ્રી નિલેશભાઈ ચૌધરી તથા સામાજીક કાર્યકર શ્રીરાકેશભાઈ વાળા, પ્રિન્સિપલ મેડમ શ્રીમતી વૈશાલીબેન પરમાર, સ્ટાફ શ્રી મોરે સાહેબ, શ્રીમતી કેશ્મીરાબેન જોખી, અન્ય સ્ટાફ સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોએ માતાપિતાનું પૂજન ફૂલ, હાર, કંકુ ચોખા નુ તિલક કરી, આરતી ઉતારી, પ્રથાના કરી પૂજન કર્યુ હતુ.
માતા પિતા,બાળકો તથા ટીચર્સની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, આ દ્રશ્ય જોઈ પ્રિન્સિપલ મેડમ વૈશાલીબેન પોતે ભાવુક બની ગયા હતા.
વાલીઓ એ શ્રી નિલેશભાઈ ચૌધરી વક્તા વેદાન્ત સેવા સમિતી અને પ્રિન્સીપલ મેડમ શ્રીમતી વૈશાલીબેન પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોએ કેવુ જીવન જીવવુ,જીવન ચરીત્ર, યાદશક્તિ કેવીરીતે વધારવી, માતાપિતા સાથે કેવુ વર્તન કરવું, માતપિતા તથા ગુરૂજનો ને આદર આપવો એની સાચિસમજ વૈશાલીબેન પરમાર અને નિલેશભાઈ ચૌધરીએ આપી હતી.