





કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર નિલેશ ચોકડી નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં બે વાહનો વચ્ચે કાર નો કચ્ચરઘાણ વળી ગયો હતો . કાર માં સવાર અમદાવાદ ના સેલ્સ મેનેજર અને સાથી કર્મચારી નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.. અકસ્માત એટલો ગંભીર હતો કે પોલીસે ફસાયેલા મૃતદેહો સાથે કાર ને સરકારી હોસ્પિટલ ખાતે લઇ ને આવી પડી હતી જ્યાં ફાયર ના જવાનો એ ભારે જહેમત બાદ કાર ના પાર્ટ્સ ને કાપી બંન્ને મૃતદેહો ને બહાર કાઢ્યા હતા .
અંકલેશ્વર નજીક થી પસાર થતા હાઇવે પર સોમવાર ના રોજ માનવતા ને હચમચાવતી અને કાળજું કંપાવી નાખે તેવો અકસ્માત સર્જાયો હતો અમદાવાદ ની નીલકમલ લિમિટેડ કંપની ના સેલ્સ મેનેજર અખિલ શ્રીવાસ્તવ પોતાની હુન્ડાઈ કાર લઇ અમદાવાદ થી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નિલેશ ચોકડી બ્રિજ નીચે ઉભેલા -ટ્રેલર પાછળ ટ્રક ભટકાઇ હતી જે પાછળ નિખિલ શ્રીવાસ્તવ ની કાર પણ ભટકાઈ હતી. દરમિયાન તેઓ કઈ સમજે એ પૂર્વે જ કાર પાછળ ટાઇલ્સ ભરેલી ટ્રક પુરપાટ ઝડપે આવી કાર પાછળ અથડાય ને કાર ઉપર ચઢી ગઈ હતી. અને બે ટ્રક વચ્ચે કાર નું પડીકું વળી જવાની સાથે ખુરદો બોલી ગયો હતો. અને કાર માં સવાર અખિલ શ્રીવાસ્તવ અને અજય મિશ્રા માં ફસાય જતા બંન્ને ના મોત નિપજ્યા હતા .કાર નો કચ્ચરઘાણ વળી જતા બંન્ને મૃતદેહ ને બહાર કાઢવા મુશ્કેલ બન્યું હતું આ અકસ્માતને લઇ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.અકસ્માત ની જાણ થતા શહેર બી ડિવિઝન પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો અને પોલીસે ક્રેન ની મદદ થી કાર ઉપ્પર થી ટ્રક ને હટાવી ને ક્રેન વડે પડીકું બની ગયેલ કાર ને ફસાયેલા મૃતદેહ સાથે ટેમ્પા માં મૂકી પોસ્ટ મોર્ટમ સેન્ટર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી . જ્યાં ડીપીએમસી ફાયર ની રેસ્ક્યુ ટીમ દ્વારા બંન્ને મૃતદેહ ને બહાર કાઢવા માટે કટર વડે કાર ના વિવિધ ભાગો કાપીને બહાર કાઢ્યા હતા.કાર માં અખિલ શ્રીવાસ્તવ અને અજય મિશ્રા ના મૃતદેહ ને બહાર કાઢ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે અકસમાત માં ત્રણ ટ્રક માં રહેલ ટ્રક ચાલક અને ક્લીનર ને કોઈ ઇજા પહોંચી ન હતી. ઘટના અંગે શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે