



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ અને હલકા ધાન્યપાકો સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટીય મિલેટ વર્ષ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ખાતે હલકા ધાન્યપાક પરિસંવાદ-વ-ખેડૂત દિનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ખેડૂત દિનમાં ૨૩૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.
ડૉ. ડી.એમ. પાઠકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો તેમજ ખેડૂતોનું સ્વાગત કર્યુ હતું. ડૉ. ઝેડ.પી.પટેલ, આદરણીય કુલપતિશ્રી, ન.કૃ.યુ., નવસારીના વરદ હસ્તે કૃષિ મહાવિદ્યાલય, ન. કૃ. યુ, ભરૂચનાં વનસ્પતિ રોગશાસ્ત્રવિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ મશરુમની તાલિમ માર્ગદર્શિકા તેમજ સસ્યવિજ્ઞાન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ હલકા ધાન્યપાકોની વૈજ્ઞાનિક ખેતિની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું.
ડી.ડી.પટેલ, આચાર્યશ્રી કૃષિ મહાવિદ્યાલય ભરૂચે હલકા ધાન્યપાકોનાં મહત્વ વિશે ખેડૂતોને જાણકારી આપી હતી.
ડૉ. જે.જી.પટેલ, દ્વારા હલકા ધાન્ય પાકોને આંતર પાકો તરીકે લેવા ખેડૂતોને સલાહ આપી તેના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી.
ડૉ. ઝેડ.પી.પટેલ, આદરણીય કુલપતિશ્રી, ન.કૃ.યુ., નવસારી દ્વારા પ્રમુખ સ્થાનેથી ખેડૂતોને હલકા ધાન્ય પાકોની ભલામણ થયેલ તક્નીકો અપનાવી આર્થિક રીતે પગભર થવાની સલાહ આપતા કહ્યુ કે આપણે રોજિંદા આહારમાં હલકા ધાન્ય અપનાવવા જોઈએ. આ ઉપરાંત સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ માટે હલકા ધાન્યપાકોનું આહારમાં મહત્વ સમજાવ્યુ હતું. તેમણે હવામાનને અનુકૂળ જાતો તેમજ તક્નીકોનો હલકા ધાન્ય પાકોમાં ઉપયોગ કરવાની ખેડૂતોને સલાહ આપી હતી.
ડો. એચ. ઈ. પાટીલ,વડા,હલકા ધાન્યપાકો સંશોધન કેન્દ્ર, વઘઈએ હલકા ધાન્યપાકોનું મહત્વ અને અગત્યની જાતો વિશે સવિસ્તાર ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ડો. ટી.યુ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક (સસ્યવિજ્ઞાન)શ્રીએ હલકા ધાન્યપાકોની આધુનિક ખેતી પધ્ધતિની સવિસ્તાર માહિતી આપી હતી.
આ પ્રંસંગે ડો. એસ. એલ. સાંગાણી,મદદનીશ પ્રાધ્યાપક (બાગાયત)શ્રીએ હલકા ધાન્યપાકોમાં મૂલ્યવર્ધનની ઝીણવટ ભરીમાહિતી આપી.
પરિસંવાદમા ઉપસ્થીત વૈજ્ઞાનિક શ્રીઓ એ પ્રશ્નોત્તરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ પ્રસંગે અત્રેની કોલેજ નાં વિધાર્થિઓ દ્વારા હલકા ધાન્યપાકોની જાગૃતિ માટે નાટક રજુ કરેલ હતા.
આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી.પટેલ, નવસારી કૃષિ યુનિવર્સિટીના મદદનીશ સંશોધન નિયામકશ્રી ડૉ. વી.આર. નાયક, નવસારી કૃષિ યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલનાં સભ્યશ્રી ડૉ. જે.જી.પટેલ, કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આચાર્યશ્રી ડૉ. ડી.ડી.પટેલ, હલકા ધાન્યપાકો સંશોધન કેન્દ્ર, વઘઈના સહ સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ.એચ. ઈ. પાટીલ એન.એ.આર.પી. ભરૂચના વડા ડૉ.એ.ડી.રાજ તેમજ ક્પાસ શંશોધન કેન્દ્ર, ભરુચન વડા ડૉ.વિ.ડી.વડોદરિયા ઉપસ્થિત રહયા હતા.