ડીસા કોલેજમાં યોજાયો વાર્ષિક રમતોત્સવ 2023

ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં રમતગમત દ્વારા ખેલદિલીની ભાવના વધે તે માટે અનેક રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે એમ આ વર્ષે પણ આર્ટસ,કોમર્સ, અને સાયન્સ, કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફમિત્રો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .આ રમતોત્સવમાં ચેસ, ટેબલ ટેનીસ, ,100 મીટર દોડ, ગોળાફેક, ચક્રફેંક, રસ્સાખેંચ, કબડ્ડી લીંબૂચમચી દોડ, દોરડા કુદ, અને સંગીત ખુરશી જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું . જેમાં કોલેજના વિધાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફમિત્રો મોટીસંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા.આ રમતોમાં કોલેજ ના સ્ટાફમિત્રોએ નિર્ણાયકની કામગીરી કરી હતી.
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કોલેજના ટ્રસ્ટીશ્રી દિવ્યભાઈ પટેલ શિવાનીબેનપટેલ,નિયામકશ્રી સી.એસ પટેલ, પ્રિન્સિપાલશ્રી આર.ડી રબારી, હાજર રહીને વિદ્યાર્થીઓને અને
આ રમતોત્સવનું સુંદર અને સફળ આયોજન કરવા બદલ કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષ ડૉ. આર.ડી ચૌધરી ને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *