
તાલુકા ચીફ મકબૂલ હુસેન
ઈડર ભિલોડા ત્રણ રસ્તા ખાતે હિંદવા સુરજ , ક્ષત્રિય વિર શિરોમણિ અને ભારત નું સ્વાભિમાન એવા શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની ભવ્ય પ્રતિમા નું ઈડર નગરપાલિકા દ્વારા આજ રોજ અનાવરણ કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ માટે ગૌરવવંતા આજના આ પ્રસંગે મહાકાલ સેના ગુજરાત અને સાબરકાંઠા ટીમ સાથે ઉપસ્થિત રહી ઐતિહાસિક ક્ષણ ના સાક્ષી બન્યા અને શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમા અનાવરણ નો ભાગ બનવાનો અવસર મળ્યો અંબાજી જવાના ખુબ મહત્વના માર્ગ પર ભારત ના સ્વાભિમાન ના પ્રતીક મહારાણા ના દર્શન નો દરેક ગુજરાતી ને લહાવો મળશે