આહવા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ખાતે આજ રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાંગોડાએ માતૃભાષા વિશે જણાવ્યું હતું કે, વ્યકિતના જીવનમાં માતૃભાષાનું સ્થાન અંતયત મહત્વનું છે. દિવસે ને દિવસે અંગ્રેજી ભાષા પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. અને માતૃભાષા પ્રત્યેે દુર્લક્ષ સેવાય છે. તો માતૃભાષાને પણ એટલું જ મહત્ત્વ મળવું જોઈએ. શાળાના શિક્ષિકા અસ્મિતાબેને જણાવ્યું હતું કે લેખકો, કવિઓ અને ભાષાવિદો માતૃભાષા લુપ્ત ન થાય તે માટે પ્રયત્નશીલ રહયા છે. આ સાથે વિધાર્થી એ પણ પ્રતિભાવ આપ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 1100 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યના માર્ગદર્શન હેઠર શાળાના દિવ્યાંગ શિક્ષક શ્રી રાજેશ એસ. રાવલે કર્યુ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *