

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજીત શ્રેષ્ઠ પોલીસ કર્મી પારિતોષિક વિતરણ સમારંભ સુરત પોલીસ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક પિપુષ પટેલના મુખ્ય અતિથિ પદે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, આહવા ખાતે યોજાયો.
ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્રારા પ્રથમ વખતનો 2022-23નો શ્રેષ્ઠ ગ્રામ રક્ષક દળનો પુરસ્કાર પોલીસ અધિક્ષક કચેરીના, કોમ્યુટર સેલમા ફરજ બજાવતા એ.એસ.આઈ વોલ્ટરભાઈ.જે.મિસ્ત્રી તેમજ
આહવા નગરની શિક્ષણ કોલોની રહેવાસી તબલા વાદક ને ગાયક કલાકાર શ્રી ગૌરવ વિઠ્ઠલભાઈ કટારેનાઓને ડાંગના 500 ગ્રામરક્ષક દળના જવાનો માંથી પ્રથમ વખત વર્ષ 2022-23 ના વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી બદલ અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી પિપુષ પટેલના હસ્તે ટ્રીફી એનાયત થઈ .
સમન્વય ગ્રુપ, વાંસદાના પ્રમુખ શ્રીદત્તાત્રેય મોરે સહિત વાંસદા ધરમપુરના કેળવણીકાર પ્રેરણાસ્ત્રોત શ્રી મગનભાઈ પટેલે અભિનંદન આપ્યા હતા.