
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન ની ધોરણ 4 ની વિદ્યાર્થીની એ નવસારી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાએ ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આ સ્પર્ધા માં 100 થી વધુ સ્પર્ધકો માં આશ્રુતિ વાલાણી આ સિદ્ધિ મેળવી અંકલેશ્વર નું ગૌરવ વધાર્યું છે .

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ ચિત્રકલા સ્પર્ધા નવસારીની શ્રી ભક્તાશ્રમ આશ્રમ શાળા ખાતે યોજાઈ હતી.આ બાળ પ્રતિભા શોધ ચિત્રકલા સ્પર્ધા માં રાજ્યમાંથી અનેક શાળાના 100 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.જેમાં અંકલેશ્વરમાં આવેલી શ્રવણ વિદ્યાભવન ની ધોરણ 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આશ્રુતિ નયનભાઈ વાલાણીએ પણ ભાગ લીધો હતો.જેમાં આશ્રુતિ વાલાણી એ ચિત્રકલા ક્ષેત્રમાં બાળ પ્રતિભા શોધ માં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લા સહિત શાળાનું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થીની ને શાળા ના ચિત્રશિક્ષક દક્ષાબેન અને દીપેશ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવતા શાળાના પ્રમુખ કિશોર સુરતી તેમજ આચાર્યા દીપિકા મોદી સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ આશ્રુતિને અભિનંદન પાઠવ્યા હતા. અંત્રે ઉલ્લેખનીય છે કે આશ્રુતિ ના પિતા નયન વાલાણી અંકલેશ્વર પોલીસ વિભાગ માં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આશ્રુતિ વાલાણી ની આ સિદ્ધિ ને પોલીસ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી