અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ.(ગુ. મા) સ્કૂલ માતૃભાષા દિવસ ની ઉજવણી કરાઈ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમ શાળા ખાતે મંગળવાર ના રોજ પૂર્વ પ્રાથમિક વિભાગમાં ‘ચોકલેટ ડે’ તેમજ પ્રાથમિક વિભાગમાં ‘માતૃભાષા દિનની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. ઉપરોક્ત દિવસની ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન પદે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં શાળાના વાલી શ્રી નિરવભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકોના સથવારે વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. શિશુ નર્સરીના નાના ભૂલકાઓએ ચોકલેટ વેશ સજજા કરી પોતાની એટલે કે ચોકલેટની અગત્યતા સમજાવી હતી. ચોકલેટ બની ચોકલેટનું માધુર્ય સૌને સ્પર્શી ગયું આ સાથે જ માતૃભાષાનું મહત્વ સમજાવી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યના સાહિત્ય તેમજ વિવિધ સાહિત્યકારો નો સુંદર મર્મ સ્પર્શી પરિચય આપ્યો હતો. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા સર તેમજ શાળાના સુપરવાઈઝર શ્રીમિતાબેન રીંડાણી ના સફળ માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે દીપી ઉઠ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *