અંકલેશ્વર માં સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે સંકલીત બાળ વિકાસ યોજના શાખા દ્વારા સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા નું આયોજન કરવામાં જેમાં કિશોરીઓ ને રાજ્ય સરકાર ના તમામ વિભાગો ની માહિતી એક જ સ્થળ ઉપરથી મળે રહે તે માટે ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા .

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર આયોજિત યોજના તથા પૂર્ણા યોજનાનાં ઉપક્રમે બ્લોક કક્ષાએ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે .દીકરીઓનાં જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવા રાષ્ટ્ર વ્યાપી અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન દીકરીનાં જન્મ દેખરેખ પાલન પોષણ અને કોઈપણ પ્રકારનાં ભેદભાવ વિના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેના શિક્ષણને સુનિશ્ચિત કરી દીકરી સમાન અધિકારો સાથે દેશની સશક્ત નાગરિક બની શકે તે માટે ભારત સરકાર ની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ બ્લોક કક્ષાએ “સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન” મેળા અંતર્ગત અંકલેશ્વર સંકલીત બાલ વિકાસ યોજના શાખા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ,આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા નો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો ,આ કિશોરી અભિયાન મેળામાં રાજ્ય સરકાર ના તમામ વિભાગો નું સંકલન કરવામાં આવ્યું હતું .જેમાં આરોગ્ય વિભાગ ,મહિલા અને બાળ વિભાગ ,બેંકો તેમજ ઔદ્યોગીક તાલીમ સંસ્થા સહીતના વિભાગો ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા ,જેથી કિશોરીઓ રાજ્ય સરકાર ના વિભાગો ના સ્ટોલ ઉપરથી માહિતી મેળવી શકે તે માટે નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર સંકલીત બાળ વિકાસ યોજના અધિકારી સોનલબેન ઠક્કર ,સરકારી એડવોકેટ કાજલ મંડાણી ,દહેજ પ્રતિબંધિત અધિકારી પ્રિતેશ વસાવા ,જીઆઇડીસી પોલીસ મથક ના પીએસઆઇ વૈશાલી આહીર સહીત બેંકો ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *