



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર ના વિવિધ વિસ્તારો માં વીજ વીજીલન્સ ટીમ દ્વારા વીજ ચોરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં 400 જેટલા સભ્યો ની વિજિલન્સ ની ટીમ સાથે 150 થી વધુ પોલીસનો કાફલો જોડાયો હતો આ વીજ કનેકશન ચેકીંગ માં 97 જેટલા વીજ કનેક્શન માંથી 50 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી..
ભરૂચ જિલ્લા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આકસ્મિક રીતે વીજ કંપની ની વીજીલન્સ ટીમ દ્વારા વીજ કનેક્શન ચેકીંગ હાથ ધરીને લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી છે.ત્યારે મંગળવાર ના રોજ અંકલેશ્વર શહેરમાં ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોશીસ ના પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ, અને સ્થાનિક સહિત ની 101 ટીમોએ 150 થી વધુ ની પોલીસ કાફલા સાથે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ, મુલ્લાવાડ, ચોર્યાસી ભાગોળ જમાઈ મહોલ્લો , સહીત ના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ વીજ કંપનીની ટીમોએ અંદાજીત 2 હજારથી વધુ વીજ જોડાણ કનેકશનો ચેક કરતા તેમાંથી રહેણાંક ના 91 કનેક્શન માં ગેરરીતિ ઝડપાઇ જવા પામી છે. જ્યારે 6 રહેણાંક કનેક્શનને બદલે કોમર્શિયલ વીજ વપરાશ કરતા ગ્રાહક મળી કુલ 97 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપી પાડી વીજ કંપની દ્વારા અંદાજીત 50 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.વીજ ટીમોના ચેકીંગની વાતો વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.