સિનિયર સિટીઝન ક્લબ, વ્યારામાં ‘વિશ્વ માતૃભાષા દિન’ની ઉજવણી…

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

ગુજરાતી સાહિત્ય પરિષદ તથા નગરપાલિકા સંચાલિત માતા સાવિત્રીબાઈ ફૂલે વાંચનાલયનાં સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન કલબ વ્યારા ખાતે તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ડો. દક્ષાબેન વ્યાસનું ‘મારી માતૃભાષા’ વિશે એક વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, ઉપપ્રમુખશ્રી સુધીરભાઈ ચૌહાણ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી કુલીનભાઈ પ્રધાન, શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળના મંત્રી અને શિવાજી પુસ્તકાલયના પ્રમુખ શ્રી મહેશભાઈ શાહ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સાધુ-મહંતો, નગરના શિક્ષકો, અગ્રણી નગરજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ડો.દક્ષાબેન વ્યાસે માતૃભાષા દિન નિમિત્તે ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગૌરવની વિદ્વતાસભર વાતો કરી હતી. સાથે સાથે માતૃભાષા પ્રત્યેની અરુચિની ચિંતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મેરુભાઈ વાઢેળે કર્યું હતું જ્યારે આભારવિધિ કોર્પોરેટર શ્રી કલ્પેશભાઇ ઢોડીયાએ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *