અંકલેશ્વર ની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ માં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

શ્રી વમળના સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરનો પ્રથમ વાર્ષિક સરસ્વતી સન્માન સમારોહ શારદા ભવન ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.કિશોરસિંહ ચાવડા તથા અંકલેશ્વર -હા્ંસોટના ધારાસભ્ય તથા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો

અંકલેશ્વર ની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ નો વાર્ષિક સરસ્વતી સમારોહ યોજાયો હતો જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.કિશોરસિંહ ચાવડા તથા અંકલેશ્વર -હા્ંસોટના ધારાસભ્ય તથા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સમારોહ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો શુભારંભ દેશભક્તિની ભાવપૂર્ણ નૃત્ય દ્વારા કરવામાં આવ્યો હતો. જાણીતા કોરિયોગ્રાફર અને પૂર્વ વિદ્યાર્થી રાકેશ નાયકના નૃત્ય નિર્દેશનમાં દેશભક્તિ ગીત ની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ કોલેજમાં રમત ગમત ક્ષેત્રે યુનિવર્સિટી કક્ષાએથી વિજેતા બનવાથી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કરનાર તથા રાજ્ય સ્તરે વિજેતા દાઉદ ગામીત તથા વિશાલ મકવાણા,કોલેજ અને એનએસએસને સફળ નેતૃત્વ પૂરું પાડી ગતિશીલ રાખનાર આચાર્યશ્રી ડૉ. કે.એસ. ચાવડા તથા રમત ગમત ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કોચિંગ આપનાર ડૉ.મનેષ પટેલ, પીએચડીની ગાઈડશીપ મેળવનાર ડૉ. વર્ષા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. એમ.એ.,એમ.કોમ, બી.એ. બી.કોમમાં ચાલતા કોમર્સ તથા આર્ટસમાં ગુજરાતી અંગ્રેજી અને અર્થશાસ્ત્રમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને મહાનુભાવો વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ માં વર્ષ દરમિયાન સર્વોત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર સેવક પઢીયાર સોહીલસા દીવાન, સઈદ શાહને સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તથા પાયલ કેશવ પટેલ, કિશન આહીર, વિશાલ પટેલ, યશ પ્રજાપતિ, આઝાદ વસાવાને શ્રેષ્ઠ સ્વયંસેવક ઘોષિત કરવામાં આવ્યા હતા.
2022 23 ના વર્ષ દરમિયાન કોલેજમાં શિક્ષણ એક તથા શિક્ષણેતર વિવિધ પ્રવૃત્તિઓ થઈ હતી તે તમામ પ્રવૃત્તિઓના વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ટીમ લીડર કો-લીડરને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અને વાર્ષિક શિબિરમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરી તેમની સામાજિક સેવા ભાવના તથા રાષ્ટ્રીય ભાવનાના ઉત્તરદાયિત્વની સરાહના કરવામાં આવી હતી..આ પ્રસંગે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ભરત પટેલ ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા
આચાર્યશ્રી ડૉ. કે.એસ. ચાવડા સહીત ના મહાનુભાવો અને કોલેજ ના પ્રાધ્યાપકો ,તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *