

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, ખાતે ગુજરાતી માધ્યમ નું વિજ્ઞાન પ્રદર્શન અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું .
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ


અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વિદ્યાલય ખાતે વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન તેમજ આનંદમેળો – ૨૦૨૩ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, ટ્રસ્ટી જયસ્વરૂપ શાસ્ત્રી, ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા, ઉદ્યોગપતિ ચંદ્રેશ દેવાણી ,હેમંત સેલડિયા ના વરદ્હસ્તે દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીગણ દ્વારા વિવિધ પ્રકારના અલગ અલગ વિષયો પર પ્રોજેક્ટ્સ, પ્રયોગો તેમજ મોડલ્સ બનાવવામાં આવ્યા હતા. જયસ્વરુપ શાસ્ત્રીએ પોતાના વક્તવ્યમાં શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો બને તેવા આશિષ પાઠવ્યા હતા. આ કાર્યક્રમને વાલીઓ તેમજ અન્ય સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો. આ ભવ્ય પ્રદર્શનીમાં શાનદાર રજૂઆત કરતાં શાળાના બાળ વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમને નિહાળીને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. શાળાના આચાર્યા પાયલબેન , દર્શનાબેન , શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ કરેલી મહેનતની મેનેજમેન્ટ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
