તાપી જિલ્લામાં આજરોજ ઓપન ગૂજરાત પુમસે સ્પર્ધા યોજાયેલ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ

શ્રી વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્પર્ધા મા ગુજરાતના વિવિધ જીલ્લા ના બાળકો એ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ મા શ્રી પ્રશાંતભાઈ, મનીષભાઈ, ચેતનભાઈ, રાકેશ વાળા ,કૃણાલ પ્રધાન, કરાટે ના કોચ, ટીચર્સ તથા સામજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધમાં ૫૦૦ થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. ગ્રૂપ સ્પર્ધા, ઇંડીવિડયલ સ્પર્ધા તથા કરાટે ના પૂમસે , આ સ્પર્ધમાં યેલો, ગ્રીન,બ્લેક વિવિધ પ્રકારના બેલ્ટ બાંધીને બાળકો એ ભાગ લીધો હતો.

શ્રી વિનભાઈ પટેલ છેલ્લા ત્રીસ વર્ષ થી કરાટે ક્લાસિસ ચલાવે છે. સ્વભાવે શાંત, વિનમ્ર, સોમ્ય પ્રકારના ફાઈવ ડાન બ્લેક બેલ્ટ છે, નેશનલ રેફરી છે, ઇન્ડિયન લાયન્સ ક્લબ, નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન , ઝીલ ઝીયા ચેરીટેબલ ટ્રસ્ટ , સાથે સેવા આપે છે.કોરોના કાળ દરમિયાન ચાલીસ થી વધુ લાશો ને અગ્નિ દાહ સંસ્કાર કરવામાં આવ્યા હતા, એમને જીવનમાં કોઈ પણ પ્રકારના મેડલ , એવોર્ડ, સન્માન ની અપેક્ષા રાખી નથી.
આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ બાળકો દેશ નુ નામ ગુજરાત તથા ગુજરાત બહાર, દેશ વિદેશ માં નામ રોશન કરે. બાળકો મજબૂત બનાવવા માટે અને રાષ્ટ્રને સારા યુવાધન મળે.
વધુમા એમણે એમની ટ્વિન્સ દીકરીઓ ને માર્શલ આર્ટની ચેમ્પિયન બનાવી છે. ઝીલ ઝિયા ભવિષ્ય માં વ્યારાનું અને ભારતનું નામ રોશન કરશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *