અંકલેશ્વર જીઆઇડીસી ની યુપીએલ કંપની દ્વારા ટીમ મેરેથોન યોજાઈ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ યુપીએલ કંપની દ્વારા અંકલેશ્વર યુપીએલ -2 થી ઝઘડીયા યુપીએલ -5 સુધીની 13.04 કિમી લાંબી મેરેથોન યોજાઈ હતી જેમાં કંપની ના 1300 જેટલા કર્મચારીઓ જોડાયા હતા

અંકલેશ્વર ની યુપીએલ કંપની દ્વારા પોતાના કર્મચારી માં ટીમ ભાવના વધે અને એક યુપીએલ એક ટીમ ના થીમ દર વર્ષેમેરેથોન નું આયોજન કરવામાં આવે છે જો કે કોરોના કાળ વચ્ચે બે વર્ષ મેરેથોન મોકૂફ રાખવામાં આવી હતી ,ત્યારે શનિવાર ના રોજ એક યુપીએલ એક ટીમ ના થીમ હેઠળ મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન અંકલેશ્વર યુપીએલ -2 થી ઝઘડીયા યુપીએલ -5 સુધીની 13.04 કિમી લાંબી યોજાઈ હતી જેમાં કંપની ના 1300 થી વધુ કર્મચારીઓ એ ભાગ લીધો,વહેલી સવારે યુપીએલ 2 થી મેરેથોન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ યુપીએલ 5 ખાતે સમાપન થયું હતું આ પ્રસંગે યુપીએલ ના સિનિયર સિક્યુરિટી મેનેજર સેહવીરસીંગ ઝાજ ,કંપની ના સિક્યુરિટી હેડ મનીષ દત્તા ,સિક્યુરિટી મેનેજર આર.આર.યાદવ સહીત કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *