હાથમતી પુલથી ભિલોડા શહેર તરફ અકસ્માત નિવારણ માટે બનાવેલ રેલીગ અદ્રશ્ય

અદ્રશ્ય રેલિંગ ચોરી થઇ કે બિલ્ડરો હાજી જવાબી મોંઘીદાટ ગિફ્ટ જવાદાર

સમગ્ર ગુજરાતમાં હાઇવે પર અકસ્માત નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રેલિંગ બનાવમાં આવે છે રાજ્ય સરકાર લાખો કરોડો રૂપિયા રેલિંગ પાછળ ખર્ચ કરતી હોય છે ત્યારે કેટલાક લાલચી કાર્યપાલ એન્જીનીયરો દ્વારા આસપાસ ના કોમ્પ્લેક્સો અને રોડ સાઈડ રેસીડેન્સીઓ જવા આવા માટે બિલ્ડરો જોડે મોંઘીદાટ ગિફટો અને કવરો લઇ અકસ્માત નિવારણ માટે બનાવેલ રેલિંગ હટાવી દેતા હોય છે
         ત્યારે અરવલ્લી ભિલોડા હાથમતી પુલ થી ભિલોડા શહેર સુધી રેલિંગ બનાવમાં આવી હતી પરંતુ રેલિંગ ધીમે ધીમે અદ્રશ્ય થઇ રહી છે તેના પાછળ કોણ જવાદાર છે?? ભિલોડા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ હાઇવે અકસ્માત નિવારણ રેલિંગ આસપાસના બિલ્ડરોના કોમ્પ્લેક્સ અને દુકાનો ના ફાયદા માટે રસ્તો આપી ગુલાબી નોટોની ચાદર ઓઢતા અચાનક રેલિંગ ધીમે ધીમે અદ્રશ્ય થઇ રહી છે

જવાબદાર તંત્રના અધીકારીઓની અવર જવર હોવા છતાં નરહરિ આંખે દેખાઈ આવતી રેલીંગ અદ્રશ્ય કેમ થઇ રહી છે?? તે પણ અનેકો સવાલ ઉપજાવી રહી છે ત્યારે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના S/O અને એન્જીનીયર દ્વારા ભ્રષ્ટાચારના પગલે રેલિંગ અદ્રશ્ય થઇ હોવાથી અવારનવાર રાત્રી દરમ્યાન અકસ્માત થતા હોય રેલીગની ચર્ચા ભિલોડા વાસિયોંમાં લોક મુખે ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે ભિલોડા મામલતદાર અને જિલ્લા કલેક્ટર અદ્રશ્ય થયેલ રેલિંગ વિશે પર તપાસ કરે તો લે ભાગું અને લાલચી અધિકારીઓ પગે નીચેથી જમીન ખસે તેમ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *