ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા ની અધ્યક્ષતા મા અગત્યની બેઠક યોજાઈ






કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર માં ચોથી માર્ચથી શરુ થશે માય લિવેબલ યોજના અંકલેશ્વર નો પ્રારંભ કરવાના સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા ની અધ્યક્ષતા માં જીઆઇડીસી માં એ.આઈ.એ હોલ ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી. શહેર ના 20 કિલોમીટર વિસ્તાર માં યોજના અમલમાં આવશે આગામી . 4 માર્ચ ના રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે યોજના લોન્ચ કરવામાં આવશે .
ભરૂચ માં વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચ ની અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ હવે વહીવટી તંત્ર આ યોજના અંકલેશ્વર માં પણ અમલમાં મૂકી રહ્યું છે. જેનો આગામી 4 માર્ચ થી અંકલેશ્વર શહેર ના શારદા ભવન ખાતે થી અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પ્રારંભ કરાવશે. યોજના ના અમલ પૂર્વે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ તુષાર સુમેરા ની અધ્યક્ષતા હેઠળ અંકેલેશ્વર જીઆઇડીસી માં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર એસ.ડી.એમ નતિષા માથુર,મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ જશું ભાઈ ચૌધરી, મહેશ પટેલ, રમેશ ગાભણી, પ્રવીણ તેરૈયા ,ઓ.એન.જી.સી એસેટ મેનેજર વિજય ગોખલે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક માં ઇન્ડસ્ટ્રીઝ ના એચ.આર. અને સી.એસ.આર પ્રવૃતિ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ચર્ચા કરતા ભરૂચ ની જેમ અંકલેશ્વર ને લિવેબલ અંકલેશ્વર કેવી રીતે બનાવી શકાય અને તેનો સફળ અમલ કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આ યોજના માં ઈન્ડસ્ટ્રીઝ ની ભૂમિકા સ્પષ્ટ કરી સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ ને સાકાર કરવા હાકલ કરી હતી.