ધી ડીસા ટેક્ષબાર એસોસિએશન દ્વારા એક દિવસીય કાયદાકીય સેમિનારનું યોજાયો

ડીસા ખાતે ધી ડીસા ટેક્ષ બાર એસોસિયેશન દ્વારા એક દિવસીય કાયદાકીય સેમિનારનું તા. ૦૧/૦૩/૨૦૨૩ ને બુધવાર નાં રોજ હોટલ ડિસેન્ટ ખાતે યોજવામાં આવેલ જેમાં એક્સપર્ટ તરીકે ગાંધીનગરથી (CA) શ્રી બ્રિજેશભાઈ ઠાકર તેમજ અમદાવાદથી (CA) શ્રી મેહુલભાઈ ઠક્કર સાહેબે GST તથા ઈન્કમટેકસ ઉપર કાયદાકીય સમજ આપેલ કાર્યકમની શરૂઆત માં એસોસિયેશન ના સહમંત્રી શ્રી આશિષભાઈ જોશી દ્વારા પ્રાર્થના કરેલ, દિપ પ્રાગટય કરી કાર્યકમ ને ખુલ્લો મૂકેલ એસોસિયેશન ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ કાનુડાવાલા બધાને આવકાર પ્રવચનથી આવકારેલ કાર્યકમ નાં અંતે મંત્રી શ્રી શૈલેષભાઈ મહેસુરીયા એ દરેકનો આભાર માનેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસોસિયેશન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અને સેમિનાર ના કન્વીનર શ્રી શાંતિલાલ સી ઠક્કર તેમજ શૈલેષ મહેસુરીયા એ કરેલ આ કાર્યક્રમમાં એસોસિયેશન ભૂતપૂર્વ પ્રમુખ શ્રીઓ શ્રી કનુભાઈ મહેસુરીયા, સુરેશભાઈ ઠક્કર, પ્રધાનજીભાઈ પરમાર, જગદીશભાઈ વ્યાસ, ઈશ્વરલાલ કાનુડાવાલા, સતિષભાઈ બનાવાલા, દિલિપભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર, અમૃતભાઈ મેવાડા, વિગેરે ઉપસ્થિત રહેલ તેમજ આ કાર્યકમ ને સફળ બનાવવામાં એસોસિયેશન નાં ખજાનચી શ્રી જે.પી. નાઈ, ઉપપ્રમુખ શ્રી ઓ દેવરામભાઈ રાજગોર,‌ રીજ્ઞેશભાઈ વારડે, તેમજ જયેશભાઈ કાનુડાવાલા એ જેહમત ઉઠાવેલ…
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *