કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા અને પી.સી.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓમાં રહેલ સુક્ષુપ્ત શક્તિઓને ખીલવવા વિવિધ સ્પર્ધાઓનુ આયોજન શાળા દ્વારા કરવામાં આવે છે જેમાં સફળ રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કરવામાં આવે છે.જેમા ગતવર્ષે ધોરણ ૧૦ અને ૧૨ મા બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે મેળવેલ વિદ્યાર્થીઓને મેડલ અને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વાર્ષિક રમતોત્સવ અને વિવિધ સ્પર્ધાઓમાં ઈનામના પાત્ર બનેલા વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો જેવા કે લંચ બોક્સ, વોટરબોટલ, મગ ટ્રોફી, મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા.તો સાથે સાથે માર્ચ-૨૦૨૩ મા જે વિદ્યાર્થીઓ SSC
બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓને શુભેચ્છા અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અર્થે શાળા છોડી જવાના હોય તેઓને શુભેચ્છા અને વિદાય અપાઈ હતી. શાળાના શિક્ષકો શ્રી કિરણભાઈ મરાઠા, શ્રીમતી દક્ષાબેન ચૌધરી, શ્રી રૂપેશભાઈ રાણાએ પોતાના વક્તવ્ય દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના આચાર્યા શ્રીમતી આશિયાબેન પઠાણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર હોય પોતાના સ્વાસ્થ્ય ની કાળજી રાખી આત્મવિશ્વાસથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી યજ્ઞેશભાઈ ભંડારીએ કર્યું હતું.