શબરીધામ શાળા સંકુલમાં રંગેચંગે આનંદ મેળો ઉજવાયો.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી અનિલા સુરેશ શાહ પ્રાથમિક શાળા, શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા અને પી.સી.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા.૨૮/૦૨/૨૦૨૩ ના સોમવારના રોજ ‘આનદ મેળા’નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૫ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ ૩૩ સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા નોંધાયેલ હતી. જેમાં વિવિધ વાનગીઓ વિદ્યાર્થીઓએ જાતે બનાવીને વેચી હતી. ધોરણ ૧ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓએ દિલ્હી ચાટ, બાસ્કેટ ચાટ, પીઝા, પાણીપુરી દહીં પુરી, સેવપુરી, મિસળ પાંઉ પાઉંભાજી, કપકેક, આઈસક્રીમ, ફ્રૂટસલાડ, વિવિધ જ્યુસ આઈસ ગોલા, પુલાવ, પનીર ચિલ્લી, મન્ચુરીયન, અપ્પમ, ઈડલી કેક, વેજીટેબલ ઈડલી, સેન્ડવીચ જેવી વિવિધ સ્વાદભરી વાનગીઓની મજા માણી હતી. સાથે સાથે વાલીમિત્રોનો પણ સહકાર ઘણો સારો પ્રાપ્ત થયો હતો. શાળા દ્વારા ‘બેસ્ટ સ્ટોલ’ અને ‘બેસ્ટ વાનગી’ના ઈનામો પણ આપ્યા હતા. શાળાના આચાર્યાશ્રી આશિયાબેન પઠાણ, શ્રીમતી હિતાબેન ભટ્ટ અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *