રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
રિપોર્ટ યુનુસ મેમણ હિંમતનગર









નેહરૂ યુવા કેન્દ્રના અધિકારીશ્રી અક્ષય શર્મા યુવાનોને સંબોધતા જણાવ્યું કે,૧ ડિસેમ્બ ૨૦૨૨ થી લઈ ૩૦ નવેમ્બ ૨૦૨૩ સુધી જી-૨૦ કરવાનું ભારતને બહુમાન મળ્યું છે. એ આપણા માટે ગર્વની વાત છે. જી-૨૦ સૌ પ્રથમ ૧૯૯૯માં શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદેશએ હતો ઇકોફોરેન્સિથી બચાવવાનો હતો જ્યારે પૂરા વિશ્વમાં કોઈપણ મુશ્કેલી સર્જાય ત્યારે ભારત દેશ સૌથી આગળ હોય છે.દરેક દેશ સાથે મળી ચાલવાનું જેમા ભારતની ઇન્ટરનેશનલ ઇકોનોમીમાં વધારો જોવા મળી રહ્યો.ભારત દેશએ એક એવો દેશ છે,કે જે દરેક દેશ સાથે સંકલન ધરાવે છે અને બીજા દેશો સાથે એકરૂપતા ધરાવે. ભારત દેશે કોરોનાના કપરાકાળમાં દરેક દેશોમાં મેડિકલ જેવી સુવિધાઓ,દવાઓ આપી હતી. કોઈપણ પરિસ્થિતિમાં ભારત હર હંમેશા આગળ હોય છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા બગડી ત્યારે ભારતે આર્થિક મદદ, અન્નપુરવઠા જેવી મદદ કરી હતી, તાજેતરમાં રશિયા અને યુક્રેનમાં યુદ્ધ થયું ત્યારે ભારતએ મદદ કરી હતી.તુર્કી જેવા દેશને ભારતે કેટલીક અમૂલ્ય મદદ કરી હતી. ત્યારે આખું વિશ્વ ભારતને જોઈ રહ્યું હતું. ત્યારે જ ભારતને જી-૨૦ અધ્યક્ષતા કરવાનું બહુમાન મળ્યું છે, એ આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે.
જાદર કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો.કે.જી.પટેલ યુવાનોને સંબોધતા કહ્યું કે, ભારતમાં વિકાસની પ્રવૃત્તિઓ અને નવા નવા સંશોધન થાય છે. દરેક વિધાર્થીઓ પ્રેરણા લઈ સમાજ માટે,આપણા માટે,દેશ માટે વિકાસના સારો કામો કરીએ, સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચ શૈક્ષણિક કોલેજો,સરકારી કોલેજો,બિનસરકારી કોલેજો,સેલ્ફ ફાઇનાન્સ,પોલિટેકનિક કોલેજ અને યુવા કેન્દ્ર હિંમતનગના સહયોગથી આજનો આ કાર્યક્રમ યોજાયો હતો.દરેક કોલેજમાં જી-૨૦ કાર્યક્રમની પ્રવૃત્તિઓ થતી હોય છે.એમાંની આપણે ચાર પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ પોર્ટલ ઉપર કરીએ છીએ. આજેના આ કાર્યક્રમમાં ડિબેટ સ્પર્ધાનું આયોજન છે.આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ભારતને જી-૨૦ અધ્યક્ષતા કરવાનું બહુમાન મળ્યું છે એ આપણા માટે ગર્વની વાત છે. વિશ્વના કુલ વસ્તીના ૬૫ ટકા જન લોકોનો સમાવેશ છે.દેશની ઘરેલું ઉત્પાદનના ૮૫ ટકા ઉત્પાદન આ દેશમાં થાય છે આખી દુનિયા એક થઈ આખું વિશ્વ શાંતિ દૂત બને એક કુટુંબ બની વસુદેવ કુટુંબમકમની ભાવના પ્રેરે. ગાંધીજીએ જગત કલ્યાણની વાત કરી, જ્યારે વિનોબા ભાવે જગત મિત્રની વાત કરી.
જી-૨૦ અને વાય-૨૦,યુથ ઇન ડેમોક્રેસી,કલાયમેન્ટ ચેન્જ એન્ડ ડીઝાસ્ટર રીકસ રીડકશન, પીસ બિલ્ડીંગ એન્ડ રીલન્સીલીયેશન તથા ઈન્ટરનેશનલ ઇયર ઓફ મીલેટ એન્ડ મીશન લાઈફ સંદર્ભે જાણકારી આપી હતી.
ત્યારબાદ સર્વશ્રી ડૉ. કિષ્ણાબેન લાલ,પ્રા.સૂરજ આલોકસિંહ, ડૉ.પારૂલબેન ડી.શુકલ, ડૉ.જય દેવ, તથા ડૉ.સતિષ એસ જેવા વિષય નિષ્ણાત તજજ્ઞ વ્યાખ્યાનકારશ્રીઓ દ્વારા યુવાનોને વિષય સંદર્ભે જાગરૂત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન સાબરકાંઠાની ઓળખ સમાન ગરબા અને આદીવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.સહભાગી યુવાનોની ડીબેટ દરમ્યા જિલ્લાના યુવાનોએ યુવા સંસદ કાર્યક્રમના વિવિધ વિષયો ઉપર પોતાના સુંદર વકતવ્ય રજુ કર્યા હતા. સહભાગીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર વડે નવાજવામાં આવ્યા હતા.
આભાર દર્શન તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નેહરૂ યુવા કેન્દ્રના શ્રી ભરતભાઈ ગાંધી, શ્રી કનુસિંહ રાઠોડ તથા જાદર કોલેજના પ્રા,શ્રી મહેન્દ્રાભાઈ પ્રજાપતિએ કર્યુ હતું
નેહરૂ યુવા કેન્દ્રના અધિકારીશ્રી અક્ષય શર્મા,જાદર કોલોજના પ્રિન્સીપાલશ્રી ડૉ.કે.જી.પટેલ,ગાંભોઈ કોલેજાના ડૉ કિષ્ણા લાલ.જાદર કોલેજના પ્રા.સૂરજ આલોકસિંહ, હિંમતનગર કોલેજના ડૉ.પારૂલ ડી.શુકલ, કડોલી કોલેજાના ડૉ.જય દેવ, પ્રાંતિજ કોલેજાના ડૉ.સતિષ એસ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.