સેક્ટર 8 ની સરકારી પ્રાથમિક શાળા ખાતે આર્ચરીના કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

પ્રતિભા એકેડેમી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી સેક્ટર 8 ની સરકારી પ્રાથમિક શાળામાં સાત દિવસીય આર્ચરી ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિભા એકેડેમી ના સંસ્થાપક તથા જાણીતા કરાટે નિષ્ણાત શ્રી ગૌરાંગભાઈ રાણાના માર્ગદર્શનમાં તૈયાર થયેલ આર્ચરી કોચ કુમારી અનેરી પટેલ દ્વારા શાળાના 35 બાળકોને આર્ચરીનું નિ:શુલ્ક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ચોથી માર્ચના રોજ આ કેમ્પના સમાપન સમારોહ પ્રસંગે મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી અરવિંદભાઈ રાણા, શાસના અધિકારી ડોક્ટર હેમાંગ ભટ્ટ, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી અશોક ચૌધરી તથા શાળાના આચાર્ય શ્રીમતી મિત્તલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવના વરદ હસ્તે ભાગ લેનાર ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કેટલાક ખેલાડીઓએ અતિથિ તથા શાળાના અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ આર્ચરી નું પ્રદર્શન પણ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *