
ડૉ.પ્રવિણ વડાવિયા દ્વારા ઉપસ્થિત મહેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, હર્બલટી, વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓ વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી.
આયુષ મેળામાં મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મેડીકલ ઓફિસરએ, તથા AHWCના યોગ ઇન્સ્ટ્રક્ટરએ સેવા આપી હતી. આ આયુષ મેળામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા જિલ્લા પંચાયત સદસ્ય કમળાબહેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા બહેન કામરીયા ગ્રામ પંચાયત સરપંચ ગોરધનભાઈ ખોખાણી અને અગ્રણી જાહીરઅબ્બાસ યુસુફભાઇ સહિત અન્ય સ્થાનિક અગ્રણિઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા