


ધાર્મિક ભટ્ટ અરવલ્લી
મોડાસા નગરપાલિકા દ્વારા ટેક્સ નહીં ભરનાર બાકીદારો સામે મિલકત સીલ કરવાની કાર્યવાહી સોમવારના રોજ કરવામાં આવી હતી. જેના પગલે પાલિકા વિસ્તારમાં ટેક્ષ બાકીદારોમાં ફફડાટ વ્યાપો હતો.
પાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ પંડ્યા અને ટેક્ષ સુપરિટેન્ડેન્ટ કુંજન ચૌધરી દ્વારા છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયમાં દસ હજાર કે તેથી વધુનો નહીં વેરો ભરનાર બાકીદારોની મિલકત અગામી દિવસોમાં ઝડપથી સીલ કરી દેવાશે તેવી માહિતી આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા વેરા પર રિફંડ યોજના તેમજ અન્ય યોજના હોવા છતાં પણ કેટલાક રીઢા બાકીદારો સમયસર પાલિકાનો ટેક્સ ભરતા નથી, આવા ભાગીદારોને મિલકત ઝડપથી સીલ કરવા માટે પાલિકાના મુખ્ય અધિકારીશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ટેક્સ સુપ્રિટેન્ડન્ટ કુંજન પટેલ દ્વારા સોમવારના રોજ મોડાસા શહેર વિસ્તારના સૂકા બજાર તથા માર્કેટ યાર્ડમાં આવેલ બે દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. નગરપાલિકાની આવી કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો હતો.