અરવલ્લી રેલવે મંત્રાલય દ્વારા નડિયાદ મોડાસા બ્રોડગેજ ઈલેક્ટ્રીક ટ્રેન નો ટ્રાયલ યોજાયો

અમિતકુમાર ઉપાધ્યાય (અરવલ્લી)

મોડાસા નડિયાદ રોડ ગ્રેજ લાઈન વર્ષોથી લોકોની માંગણી હતી જે પૂરી થયા પછી રેલ્વે મંત્રાલય દ્વારા તે લાઈનને ઈલેક્ટ્રીક લાઇન કરવા માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. આજે નડિયાદ મોડાસા ઇલેક્ટ્રીક લાઈન સરું કરવા માટે ટ્રાયલ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય રેલના અધિકારીઓ મોડાસા શહેરના નગરજનો સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા . હાજર રહેલા નગરજનો દ્વારા અધિકારીઓને ટ્રાયલ બાદ પણ નડિયાદ મોડાસા રેલ સેવા કાયમ રહે તે માટે અને ભારત સરકાર દ્વારા મોડાસા શામળાજી બજેટ ફાળવવામાં આવતા તે કાર્ય ચાલુ થાય અને આ પંથકની જનતાને ઉદેપુર મુંબઈ સુધીની રેલ સેવા મળે તેવી રજૂઆત કરવામાં આવી આ ટ્રાયલ શોમાં રેલવે અધિકારી સાથે જેસીસ મીલ કમિટી ચેરમેન નવનીત પરીખ સામાજિક કાર્યકર નિલેશ જોષી, અમિત કવિ. મુકુંદશાહ. હીમલ શાહ ધ્રુવ ભાવસાર, લૉ કોલેજના આચાર્યશ્રી રાજેશ વ્યાસ તથા મોટા પ્રમાણમાં શહેરીજનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *