


















૮મી માર્ચે પ્રતિ વર્ષ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ''ની ઉજવણીએ મહિલા સન્માન સમારોહનું આયોજન કરી સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં તેઓની સિઘ્ધિ અને ઉત્કૃષ્ઠ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ઉપલક્ષ્યમાં નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવનાની જયોત પ્રબળ બને તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૦/૦૩/ર૦ર૩ના રોજ સંજીવકુમાર ઓડિટોરીયમ4 સુરત ખાતે મહિલાઓના સન્માન સમારોહ તથા શ્રી કાજલબેન ઓઝા વૈધ્યનું વકતવ્ય રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગ્ટથી કરવામાં આવી હતી. મ્યુનિ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલએ ઉપસ્થિત તમામને આવકારતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ નારીનું માત્ર સન્માન જ નહીં પરંતુ નારીને વિશેષ દરજજો આપ્યો છે. અને એ દેશમાં મને મહિલા તરીકે જન્મ મળ્યો છે એનો મને ગર્વ છે. ર૧મી સદીમાં સ્ત્રીએ ઘરપરિવારની વિવિધ ભૂમિકાઓ સાથે સમાજ અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન પુરૂં પાડે છે. દરેક ક્ષેત્રેમાં ઉચ્ચ સિઘ્ધિ હાંસલ કરી મહિલાઓએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. મહિલાઓના સંર્વાંગી વિકાસ માટે રાજય સરકાર અને ભારત સરકાર દ્ધારા સ્ત્રી સશકિતકરણ માટેની જન્મ પહેલાંથી લઇને જીવન પર્યંત સુધીની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સુરત મહાનગરપાલિકા કટીબઘ્ધ હોવાનું જણાવી મહિલાઓને ઉપલબ્ધ તકોનો લાભ લઇ પોતાના અને સમાજના વિકાસ માટે કાર્યરત રહેવા હિમાયત કરી હતી. આ પ્રસંગે સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી પરેશભાઇ પટેલએ દરેક સફળ પુરૂષની પાછળ સ્ત્રીનો હાથ હોવાનું જણાવી સુરત મહાનગરપાલિકામાં પણ માન.મેયરશ્રીના અને કમિશનરશ્રીના ઉચ્ચ પદ પર મહિલાઓ સ્થાન શોભાવી રહી છે. અને વિવિધ સમિતિઓના અઘ્યક્ષ પદે મહત્તમ મહિલા સદ્દસ્યાઓને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાસંગિક ઉદ્દબોધનમાં માન.મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવી માજી.મેયરશ્રીઓ અને માજી. ડેપ્યુટી મેયરશ્રીઓના જે તે સમયના યોગદાન થકી શહેરના વિકાસમાં તેમના યોગદાનની સરાહના કરી હતી. આજે પત્રકારત્વમાં મહિલાઓ જે મહેનત કરી રહી છે તેને બિરદાવી હતી. તેઓએ મહિલાઓને એક જ દિવસ નહી પણ ૩૬પ દિવસ સન્માન મળતું રહે તેમ જણાવ્યું હતું. વકતાશ્રી કાજલબેન ઓઝા વૈધ્યએ ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ આપણા માટેનો સ્પેશીયલ દિવસ છે અને તેથી જ આપણે એકબીજા સાથે રહીને એકબીજાને મળીને એને ઉજવીએ. તેમણે ઐતિહાસિક પાત્રોના દષ્ટાંત આપીને સ્ત્રીશકિતનો પરિચય કરાવ્યો હતો. તેમણે જીવન ટુકું છે અને ત્યારે જ સમજાય જયારે એ પુરૂં થવાનું હોય એમ જણાવી મહિલાઓને સાદું સરળ જીવન આનંદ અને સંતોષથી જીવવા તથા પોતાના સ્વસ્થયની કાળજી રાખવા માટે કાળજી રાખવા ખાસ ભાર આપ્યો હતો. તેમણે ધારદાર વકતવ્યથી તમામને અભિભૂત કર્યા હતા.
આ પ્રસંગે માન.મેયરશ્રી, મહિલા મંત્રીશ્રી, મહિલા ધારાસભ્યશ્રી, મ્યુનિ.કમિશનરશ્રી4 મહિલા મ્યુ.સદ્દસ્યશ્રીઓ અને ન.પ્રા.શિ.સમિતિ4 માજી.મેયરશ્રીઓ અને મહિલા માજી.ડેપ્યુટી મેયરશ્રીઓ4 માજી.દંડકશ્રી4 મહિલા પત્રકારશ્રીઓ4 વયસ્ક મહિલાઓ4 અગ્રગણ્ય / પ્રતિષ્ઠિત મહિલાઓ4 સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓ, સ્ટ્રીટ વેન્ડર સખી મંડળની મહિલા, શ્રમિક મહિલાઓ, વયસ્ક પેન્શનર્સ મહિલા સુ.મ.પા.ની મહિલા કર્મચારીઓ4 સીકયોરીટીની ફરજ બજાવનાર મહિલાઓ મળી કુલ ૯૦૦થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં માન.મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલા4 ડે.મેયરશ્રી દિનેશભાઇ જોધાણી4 સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી પરેશભાઇ પટેલ4 મ્યુનિસિપલ કમિશનરશ્રી શાલિની અગ્રવાલ4 સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા શ્રીમતી પૂર્ણિમાબેન દાવલે4 વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ4 મ્યુ.સભ્યશ્રીઓ4 અધિકારીગણ4 પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને શહેરના નગરજનોએ ઉપસ્થિત રહી સન્માનિત સન્નારીઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.