રામપુરા વહાણવટી માતાજી ના મંદિર નો બાવીસમો પાટોત્સવ તા૨૯મી માર્ચે રંગેચંગે ઉજવાશે.. રાજકિય આગેવાનો સંતો મહંતો વિશિષ્ટ આગેવાનો ઉપસ્થિત રહેશે..

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા સોનાસણ રોડ પર આવેલા પૌરાણિક વહાણવટી સિકોતર માતાજીના મંદિરનો ૨૨મો પાટોત્સવ ચૈત્ર સૂદ આઠમ ને બુધવાર તા૨૯ .૩.૨૦૨૩ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાનાર છે.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માતાજી નું ભવ્ય હોમ હવન મહાપૂજા મહાપ્રસાદ નાં સુંદર આયોજનો આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે. દાનદાતાઓના સન્માન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ ભવ્ય સમિયાનામા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિડોર ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય વિનેન્દ્વસિહ ઝાલા સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ હિંમતનગર ના નામાંકિત ડોકટરશ્રીઓ ભાજપ પ્રમુખ જે્.ડી પટેલ ગુજરાત મહિલા મોરચા ના અગ્રણી કુ.કુશલ્યાકુવરબા તેમજ મંત્રી મંડળમાં થી મંત્રીશ્રી ઓ સહકારી આગેવાનો સરપંચો સહિતના વિશિષ્ટ આગેવાનો હાજર રહી માતાજી ના આ પાવન પ્રસંગને શોભાયમાન કરનાર હોવાનું મંદિર અને માતાજી ના પરમભક્ત ડાહ્યાભાઈ પ્રજાપતિ એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

મનુભાઈ નાયી હિંમતનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *