

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સર્જન ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય તાલીમ કેન્દ્ર ખાતે તા૧૦મી માર્ચે વિશ્વ મહિલા દિન નિમિત્તે ઉજવણી નું આયોજન આયોજકો દ્વારા સુંદર કાર્યક્રમો સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલીમ પૂર્ણ ક્રૂર મહિલાઓ ને પ્રમાણપત્રો નું વિતરણ મહેમાનો ના હસ્તે કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટાભાગની તાલીમાર્થી મહિલાઓ એ મહિલાઓ ના વિવિધ પ્રશ્નો અને મહિલા દિન નિમિત્તે મનનીય ઉદ્બોધનો કર્યા હતા. આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી વર્ષાબા ઝાલા હાર્ટ એન્ડ ફૂલનેશ મેડીટેશનના ટેનર શ્રીમતી જ્યોતિબેન ગોસ્વામી ગાંધીનગર વાળા સીવણ વર્ગના ઈન્સકટર સબાનાબાનુ બ્યુટી પાર્લર ના ઈન્સકટર નેહાબેન અને સંસ્થાના પ્રોજેક્ટ ઓફીસર અશોકભાઈ પરમાર વગેરેએ મહિલાઓ ને મળતા લાભો રાજકારણમાં મહિલાઓ નો હિસ્સો અને આજે ટોપ ટેન પર મહિલાઓ તમાંમ ક્ષેતોમા છે જે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જ્યોતિબેન ગોસ્વામી એ જીવનમાં સફળતા મેળવવા અને શાન્તિમય જીવન જીવવા એકાગ્રતા કેળવવા ધ્યાન યોગ વિશે વિસ્તૃત સમજણ મહિલાઓ ને આપી હતી.આભારવિધિ અશોક પરમારે કરી હતી. મનુભાઈ નાયી હિંમતનગર